૪. એકત્વસપ્તતિ
[४. एकत्वसप्तति ]
(अनुष्टुभ् )
चिदानन्दैकसद्भावं परमात्मानभव्ययम् ।
प्रणमामि सदा शान्तं शान्तये सर्वकर्मणाम् ।।१।।
અનુવાદ : જે પરમાત્મામાં ચેતનસ્વરૂપ અનુપમ આનંદનો સદ્ભાવ છે તથા
જે અવિનશ્વર અને શાન્ત છે તેમને હું (પદ્મનન્દીમુનિ) પોતાના સમસ્ત કર્મો શાન્ત
કરવા માટે સદા નમસ્કાર કરૂં છું. ૧.
(अनुष्टुभ् )
खादिपञ्चकनिर्मुक्तं कर्माष्टकविवर्जितम् ।
चिदात्मकं परं ज्योतिर्वन्दे देवेन्द्रपूजितम् ।।२।।
અનુવાદ : જે આકાશાદિ પાંચ (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી)
દ્રવ્યોથી અર્થાત્ શરીરથી તથા જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી પણ રહિત થયેલ છે અને
દેવોના ઇન્દ્રોથી પૂજ્ય છે એવી તે ચૈતન્યસ્વરૂપ ઉત્કૃષ્ટ જ્યોતિને હું નમસ્કાર કરું
છું. ૨.
(अनुष्टुभ् )
यदव्यक्त मबोधानां व्यक्तं सद्वोधचक्षुषाम् ।
सारं यत्सर्ववस्तूनां नमस्तस्मै चिदात्मने ।।३।।
અનુવાદ : જે ચેતન આત્મા અજ્ઞાની પ્રાણીઓને અસ્પષ્ટ તથા સમ્યગ્જ્ઞાનીઓને
૧૪૮