Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 150 of 378
PDF/HTML Page 176 of 404

 

background image
નથી, પરંતુ તેના કોઈ એક જ અંગને પકડીને તેને જ હાથી માની લે છે બરાબર
એવી જ રીતે કેટલાય મંદબુદ્ધિ મનુષ્યો એકાંતવાદીઓ દ્વારા પ્રકાશિત ખોટા શાસ્ત્રોના
અભ્યાસથી પદાર્થને સર્વથા એકરૂપ જ માનીને તેના અનેક ધર્માત્મક (અનેકાન્તાત્મક)
સ્વરૂપને જાણતા નથી અને તેથી તે વિનાશ પામે છે.
વિશેષાર્થ : જેવી રીતે એક જ પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ, ફુવાપણું, મામાપણું વગેરે અનેક
ધર્મ ભિન્ન ભિન્ન અપેક્ષાએ રહે છે તથા અપેક્ષાકૃત હોવાથી તેમનામાં પરસ્પર કોઈ પ્રકારનો વિરોધ
પણ આવતો નથી. એવી જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ રહે છે. પરંતુ કેટલાય એકાન્તવાદી તેમની
અપેક્ષાકૃત સત્યતા ન સમજતાં તેમનામાં પરસ્પર વિરોધ બતાવે છે. તેમનું કહેવું એમ છે કે જેવી
રીતે કોઈ એક જ પદાર્થમાં એક સાથે શીતપણું અને ઉષ્ણપણું આ બન્ને ધર્મ રહી શકતા નથી તેવી
જ રીતે એક જ પદાર્થમાં નિત્યપણું
- અનિત્યપણું, - અપૃથકત્વ તથા એકત્વ - અનેકત્વ આદિ
પરસ્પર વિરોધી ધર્મ પણ એક સાથે રહી શકતા નથી. પરંતુ જો આના ઉપર ગંભીર દ્રષ્ટિથી વિચાર
કરવામાં આવે તો ઉક્ત ધર્મો રહેવામાં કોઈ પ્રકારનો વિરોધ પ્રતિભાસતો નથી. જેમ
કોઈ એક જ
પુરુષમાં પોતાના પુત્રની અપેક્ષાએ પિતાપણું અને પિતાની અપેક્ષાએ પુત્રપણું આ બન્ને વિરોધી ધર્મ
રહેવામાં, એક જ વસ્તુમાં શીતપણું અને ઉષ્ણપણું રહેવામાં જે વિરોધ બતાવવામાં આવે છે તેમાં
પ્રત્યક્ષરૂપે બાધા આવે છે કેમકે ચિપિયા આદિમાં એક સાથે તે બન્ને (આગલા ભાગની અપેક્ષાએ
ઉષ્ણપણું અને પાછલા ભાગની અપેક્ષાએ શીતપણું) ધર્મ પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. એ જ રીતે
ઘટ
પટાદિ બધા પદાર્થોમાં દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું આદિ
પરસ્પર વિરોધી દેખાતા ધર્મ પણ પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યારે ઘડાનો નાશ થાય છે ત્યારે તે
કાંઈ નિરન્વય નાશ થતો નથી. પરંતુ જે પુદ્ગલ દ્રવ્ય ઘટ પર્યાયમાં હતું તેનું પુદ્ગલપણું તે નષ્ટ થઈ
જતાં ઉત્પન્ન થયેલ ઠીકરાઓમાં પણ ટકી કહે છે. તેથી પર્યાયની અપેક્ષાએ જ તેનો નાશ કહેવાશે
નહિ કે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પણ. એવી જ રીતે અન્ય ધર્મોના સંબંધમાં પણ સમજવું જોઈએ.
આ રીતે જે જડબુદ્ધિ પદાર્થમાં અનેક ધર્મો પ્રતીતિસિદ્ધ હોવા છતાં પણ તેમનામાંથી કોઈ એક જ
ધર્મનો દુરાગ્રહ વશ થઈને સ્વીકાર કરે છે તેઓ પોતે જ પોતાનું અહિત કરે છે. ૭.
(अनुष्टुभ् )
केचित् किंचित्परिज्ञाय कुतश्चिद्गर्विताशयाः
जगन्मन्दं प्रपश्यन्तो नाश्रयन्ति मनीषिणः ।।।।
અનુવાદ : કેટલાય જીવ કોઈ શાસ્ત્ર આદિના નિમિત્તે કાંઈક થોડું એક જ્ઞાન
મેળવીને એટલા બધા અભિમાની થઈ જાય છે કે તે બધા લોકોને મૂર્ખ સમજીને
અન્ય કોઈ પણ વિશિષ્ટ વિદ્વાનોનો આશ્રય લેતા નથી. ૮.
૧૫૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ