સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય ધારણ કરવાને યોગ્ય બની ગયો છે તે મોક્ષમાર્ગમાં સ્થિત
થઈ ગયો છે.
વિશેષાર્થઃ — પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જે પાંચ લબ્ધિઓ દ્વારા થાય છે તેમનું
સ્વરૂપ આ રીતે છે.
૧. ક્ષયોપશમ લબ્ધિઃ — જ્યારે પૂર્વસંચિત કર્મોના અનુભાગ સ્પર્ધકો વિશુદ્ધિ દ્વારા
પ્રત્યેક સમયે ઉત્તરોત્તર અનંતગુણા હીન થતા થકા ઉદ્દીરણાને પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષયોપશમ
લબ્ધિ થાય છે.
૨. વિશુદ્ધિલબ્ધિઃ — પ્રતિસમય અનંતગુણી હીનતાના ક્રમથી ઉદ્દીરણાને પ્રાપ્ત
કરાવવામાં આવેલા અનુભાગ સ્પર્ધકોથી ઉત્પન્ન થયેલ જે જીવના પરિણામ શાતા વેદનીય આદિ
પુણ્ય પ્રકૃતિઓના બંધનું કારણ તથા અશાતા વેદનીય આદિ પાપ પ્રકૃતિઓના અબંધનું કારણ
થાય છે તેને વિશુદ્ધિ કહે છે. આ વિશુદ્ધિની પ્રાપ્તિનું નામ વિશુદ્ધિલબ્ધિ છે.
૩. દેશનાલબ્ધિઃ — જીવાદિ છ દ્રવ્ય તથા નવ પદાર્થોના ઉપદેશને દેશના કહેવામાં
આવે છે. તે દેશનામાં લીન થયેલ આચાર્ય આદિની પ્રાપ્તિને તથા તેમના દ્વારા ઉપદિષ્ટ પદાર્થના
ગ્રહણ, ધારણ અને વિચાર કરવાની શક્તિની પ્રાપ્તિને પણ દેશનાલબ્ધિ કહે છે.
૪. પ્રાયોગ્યલબ્ધિઃ — બધા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ઘાત કરીને તેને અંતઃકોડાકોડી
માત્ર સ્થિતિમાં સ્થાપિત કરવાને તથા ઉકત સર્વ કર્મોના ઉત્કૃષ્ટ અનુભાગનો ઘાત કરીને તેને
દ્વિસ્થાનીય (ઘાતિયા કર્મોને લતા અને લાકડારૂપ તથા અન્ય પાપ પ્રકૃતિઓને લીંબડા અને
કાંજી રૂપ) અનુભાગમાં સ્થાપિત કરવાને પ્રાયોગ્યલબ્ધિ કહેવામાં આવે છે.
૫. કરણલબ્ધિઃ — અધઃપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ
પ્રકારના પરિણામોની પ્રાપ્તિને કરણલબ્ધિ કહે છે. જે પરિણામોમાં ઉપરિતનસમયવર્તી પરિણામ
અધસ્તનસમયવર્તી પરિણામોના સમાન હોય છે તેમને અધઃપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે.
(વિશેષ જાણવા માટે જુઓ ષટ્ખંડાગમ પુ. ૬, પૃ. ૨૧૪ વગેરે). પ્રત્યેક સમયે ઉત્તરોત્તર
જે અપૂર્વ અપૂર્વ પરિણામ થાય છે તે અપૂર્વકરણ પરિણામ કહેવાય છે. આમાં ભિન્ન સમયવર્તી
જીવોના પરિણામ સર્વથી વિસદ્રશ અને એક સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ અને વિસદ્રશ
પણ હોય છે. જે પરિણામ એક સમયવર્તી જીવોના સર્વથા સદ્રશ તથા ભિન્ન સમયવર્તી જીવોના
સર્વથા વિસદ્રશ જ હોય છે તેમને અનિવૃત્તિકરણ પરિણામ કહેવામાં આવે છે. પ્રથમોપશમ
સમ્યક્ત્વની પ્રાપ્તિ આ ત્રણ પ્રકારના પરિણામોના અંતિમ સમયે થાય છે. ઉપર્યુક્ત પાંચ
લબ્ધિઓમાં પૂર્વની ચાર લબ્ધિઓ ભવ્ય અને અભવ્ય બન્નેનેય સમાનરૂપે થાય છે. પરંતુ પાંચમી
કરણલબ્ધિ સમ્યક્ત્વ સન્મુખ થયેલા ભવ્ય જીવને જ હોય છે. ૧૨.
૧૫૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ