(अनुष्टुभ् )
सम्यग्द्रग्बोधचारित्रत्रितयं मुक्ति कारणम् ।
मुक्तावेव सुखं तेन तत्र यत्नो विधीयताम् ।।१३।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે એકત્રિત રૂપે
મોક્ષનાં કારણ છે. અને વાસ્તવિક સુખ તે મોક્ષમાં જ છે. તેથી તે મોક્ષના વિષયમાં
પ્રયત્ન કરવો જોઈએ. ૧૩.
(अनुष्टुभ् )
दर्शनं निश्चयः पुंसि बोधस्तद्बोध इष्यते ।
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः ।।१४।।
અનુવાદ : આત્માના વિષયમાં જે નિશ્ચય થઈ જાય છે તેને સમ્યગ્દર્શન,
તે આત્માનું જે જ્ઞાન થાય છે તેને સમ્યગ્જ્ઞાન તથા તે જ આત્મામાં સ્થિર થવાને
સમ્યક્ચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેનો સંયોગ મોક્ષનું કારણ થાય છે. ૧૪.
(अनुष्टुभ् )
एकमेव हि चैतन्यं शुद्धनिश्चयतोऽथवा ।
को ऽवकाशो विकल्पानां तत्राखण्डैकवस्तुनि ।।१५।।
અનુવાદ : અથવા શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ આ (સમ્યગ્દર્શનાદિ) ત્રણે એક
ચૈતન્યસ્વરૂપ જ છે. કારણ કે તે અખંડ એક વસ્તુ (આત્મા)માં ભેદોને સ્થાન જ ક્યાં છે?
વિશેષાર્થ : ઉપર જે સમ્યગ્દર્શન આદિનું પૃથક્ પૃથક્ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે
વ્યવહારનયની અપેક્ષાએ છે. શુદ્ધ નિશ્ચયનયથી તે ત્રણેમાં કોઈ ભેદ નથી કારણ કે તે ત્રણેય અખંડ
આત્માથી અભિન્ન છે. તેથી તેમનામાં ભેદની કલ્પના પણ થઈ શકતી નથી. ૧૫.
(अनुष्टुभ् )
प्रमाणनयनिक्षेपा अर्वाचीने पदे स्थिताः ।
केवले च पुनस्तस्मिंस्तदेकं प्रतिभासते ।।१६।।
અનુવાદ : પ્રમાણ, નય અને નિક્ષેપ એ અર્વાચીન પદમાં સ્થિત છે અર્થાત્
જ્યારે વ્યવહારનયની મુખ્યતાથી વસ્તુનું વિવેચન કરવામાં આવે છે ત્યારે જ તેમનો
ઉપયોગ થાય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિમાં કેવળ એક શુદ્ધ આત્મા જ
અધિકાર – ૪ઃ એકત્વસપ્તતિ ]૧૫૩