પ્રતિભાસિત થાય છે. ત્યાં તે ઉપર્યુક્ત સમ્યગ્દર્શનાદિ ત્રણે પણ અભેદરૂપમાં એક
જ પ્રતિભાસિત થાય છે. ૧૬.
(अनुष्टुभ् )
निश्चयैकद्रशा नित्यं तदेवैकं चिदात्मकम् ।
प्रपश्यामि गतभ्रान्तिर्व्यवहारद्रशा परम् ।।१७।।
અનુવાદ : હું નિશ્ચયનય રૂપ અનુપમ નેત્રથી સદા ભ્રાંતિથી રહિત થઈને
તે જ એક ચૈતન્યસ્વરૂપને દેખું છું. પરંતુ વ્યવહારનયરૂપ નેત્રથી ઉક્ત સમ્યગ્દર્શનાદિ
પૃથક્ પૃથક્ સ્વરૂપે દેખું છું. ૧૭.
(अनुष्टुभ् )
अजमेकं परं शान्तं सर्वोपाधिविवर्जितम् ।
आत्मानमात्मना ज्ञात्वा तिष्ठेदात्मनि यः स्थिरः ।।१८।।
(अनुष्टुभ् )
स एवामृतमार्गस्थः स एवामृतमश्नुते ।
स एवार्हन् जगन्नाथः स एव प्रभुरीश्वरः ।।१९।।
અનુવાદ : જે મહાત્મા જન્મ – મરણ રહિત, એક, ઉત્કૃષ્ટ, શાન્ત અને સર્વ
પ્રકારના વિશેષણો રહિત આત્માને આત્મા દ્વારા જાણીને તે જ આત્મામાં સ્થિર રહે
છે, તે જ અમૃત અર્થાત્ મોક્ષના માર્ગે સ્થિત થાય છે, તે જ મોક્ષપદને પ્રાપ્ત કરે
છે તથા તે જ અર્હન્ત, ત્રણે લોકના સ્વામી, પ્રભુ અને ઇશ્વર કહેવાય છે. ૧૮-૧૯.
(अनुष्टुभ् )
केवलज्ञानद्रक्सौख्यस्वभावं तत्परं महः ।
तत्र ज्ञाते न किं ज्ञातं द्रष्टे द्रष्टं श्रुते श्रुतम् ।।२०।।
અનુવાદ : કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત સુખસ્વરૂપ જે તે ઉત્કૃષ્ટ તેજ
છે તેને જાણતાં બીજું શું ન જણાયું? તેને દેખી લેતાં બીજું શું ન દેખવામાં આવ્યું?
અને તેને સાંભળતાં બીજું શું ન સાંભળવામાં આવ્યું? અર્થાત્ એક માત્ર તેને જાણી
લેતાં બધું જ જણાઈ ગયું છે, તેને દેખી લેતાં બધું જ દેખવામાં આવી ગયું છે
૧૫૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ