અને તેને સાંભળી લેતાં બધું જ સાંભળી લીધું છે. ૨૦.
(अनुष्टुभ् )
इति ज्ञेयं तदेवैकं श्रवणीयं तदेव हि ।
द्रष्टव्यं च तदेवैकं नान्यन्निश्चयतो बुधैः ।।२१।।
અનુવાદ : આ કારણે વિદ્વાન્ મનુષ્યોએ નિશ્ચયથી તે જ એક ઉત્કૃષ્ટ
આત્મતેજ જાણવા યોગ્ય છે, તે જ એક સાંભળવા યોગ્ય છે તથા તે જ એક દેખવા
યોગ્ય છે; તેનાથી ભિન્ન અન્ય કાંઈ પણ ન જાણવા યોગ્ય છે, ન સાંભળવા યોગ્ય
છે અને ન દેખવા યોગ્ય છે. ૨૧.
(अनुष्टुभ् )
गुरूपदेशतो ऽभ्यासाद्वैराग्यादुपलभ्य यत् ।
कृतकृत्यो भवेद्योगी तदेवैकं न चापरम् ।।२२।।
અનુવાદ : યોગીઓ ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને વૈરાગ્યથી તે
જ એક આત્મતેજ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય (મુક્ત) થાય છે, નહિ કે તેનાથી ભિન્ન
કોઈ અન્યને પ્રાપ્ત કરીને. ૨૨.
(अनुष्टुभ् )
तत्प्रतिप्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।२३।।
અનુવાદ : તે આત્મતેજ પ્રત્યે મનમાં પ્રેમ ધારણ કરીને જેણે તેની વાત
પણ સાંભળી છે તે નિશ્ચયથી ભવ્ય છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી મુક્તિનું પાત્ર
છે. ૨૩.
(अनुष्टुभ् )
जानीते यः परं ब्रह्म कर्मणः पृथगेकताम् ।
गतं तद्गतबोधात्मा तत्स्वरूपं स गच्छति ।।२४।।
અનુવાદ : જે જ્ઞાનસ્વરૂપ જીવ કર્મથી પૃથક્ થઈને અભેદ અવસ્થાને પ્રાપ્ત
થઈ તે ઉત્કૃષ્ટ આત્માને જાણે છે અને તેમાં લીન થાય છે તે પોતે જ તેના સ્વરૂપને
પ્રાપ્ત થઈ જાય છે અર્થાત્ પરમાત્મા બની જાય છે. ૨૪.
અધિકાર – ૪ઃ એકત્વસપ્તતિ ]૧૫૫