(अनुष्टुभ् )
केनापि हि परेण स्यात्संबन्धो बन्धकारणम् ।
परैकत्वपदे शान्ते मुक्तये स्थितिरात्मनः ।।२५।।
અનુવાદ : કોઈ પણ પરપદાર્થ સાથે જે સંબંધ થાય છે તે બંધનું કારણ થાય
છે, પરંતુ શાન્ત અને ઉત્કૃષ્ટ એકત્વપદમાં જે આત્માની સ્થિતિ થાય છે તે મુક્તિનું કારણ
થાય છે. ૨૫.
(अनुष्टुभ् )
विकल्पोर्मिभरत्यक्तः शान्तः कैवल्यमाश्रितः ।
कर्माभावे भवेदात्मा वाताभावे समुद्रवत् ।।२६।।
અનુવાદ : કર્મના અભાવમાં આ આત્મા વાયુના અભાવમાં સમુદ્રસમાન વિકલ્પો-
રૂપ લહેરોના ભારથી રહિત અને શાન્ત થઈને કૈવલ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે.
વિશેષાર્થ : જેવી રીતે વાયુનો સંચાર ન થતાં સમુદ્ર લહરિયોથી રહિત, શાન્ત અને
એકત્વ અવસ્થા યુક્ત થાય છે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મોનો અભાવ થઈ જતાં આ આત્મા
સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત, શાન્ત (ક્રોધાદિ વિકારો રહિત) અને કેવળી અવસ્થાથી યુક્ત થઈ
જાય છે. ૨૬.
(अनुष्टुभ् )
संयोगेन यदायातं मत्तस्तत्सकलं परम् ।
तत्परित्यागयोगेन मुक्तो ऽहमिति मे मतिः ।।२७।।
અનુવાદ : સંયોગથી જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે તે સર્વ મારાથી ભિન્ન છે.
તેનો પરિત્યાગ કરી દેવાના સંબંધથી હું મુક્ત થઈ ગયો છું એવો મારો નિશ્ચય છે.
વિશેષાર્થ : આ પ્રાણી સ્ત્રી, પુત્ર, મિત્ર અને ધન સંપત્તિ આદિ પર પદાર્થોના સંયોગથી
જ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે, તેથી ઉક્ત સંયોગનો જ પરિત્યાગ કરવો જોઈએ. એમ
કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૨૭.
(अनुष्टुभ् )
किं मे करिष्यतः क्रूरौ शुभाशुभनिशाचरौ ।
रागद्वेषपरित्यागमहामन्त्रेण कीलितौ ।।२८।।
૧૫૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ