અનુવાદ : જે પુણ્ય અને પાપરૂપ બન્ને દુષ્ટ રાક્ષસોને રાગ-દ્વેષના
પરિત્યાગરૂપ મહામંત્ર દ્વારા કીલિત કરી દેવામાં આવ્યા છે તેઓ હવે મારું (આત્માનું)
શું કરી શકશે? અર્થાત્ તેઓ કાંઈ પણ હાનિ કરી શકશે નહિ.
વિશેષાર્થ : જે પુણ્ય અને પાપરૂપ કર્મ પ્રાણીને અનેક પ્રકારનું કષ્ટ (પરતંત્રતા આદિ)
આપ્યા કરે છે તેમનો બંધ રાગ અને દ્વેષના નિમિત્તે જ થાય છે. તેથી ઉક્ત રાગ – દ્વેષનો પરિત્યાગ કરી
દેવાથી તેમનો બંધ સ્વયમેવ અટકી જાય છે અને આ રીતે આત્મા સ્વતંત્ર થઈ જાય છે. ૨૮.
(अनुष्टुभ् )
संबन्धेऽपि सति त्याज्यौ रागद्वेषौ महात्मभिः ।
विना तेनापि ये कुर्युस्ते कुर्युः किं न वातुलाः ।।२९।।
અનુવાદ : મહાત્માઓએ સંબંધ (નિમિત્ત) હોવા છતાં પણ તે રાગ-દ્વેષનો
પરિત્યાગ કરવો જોઈએ. જે જીવ તે (સંબંધ) ના વિના પણ રાગ – દ્વેષ કરે છે
તેઓ વાતરોગથી પિડાયેલા રોગી સમાન પોતાનું ક્યું અહિત નથી કરતા? અર્થાત્
તેઓ પોતાનું સર્વ પ્રકારે અહિત કરે છે. ૨૯.
(अनुष्टुभ् )
मनोवाक्कायचेष्टाभिस्तद्विधं कर्म जृभ्भते ।
उपास्यते तदेवैकं ताभ्यो भिन्नं मुमुक्षुभिः ।।३०।।
અનુવાદ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી તે પ્રકારનું અર્થાત્ તદનુસાર
પુણ્ય-પાપરૂપ કર્મ વૃદ્ધિ પામે છે. માટે મુમુક્ષુઓએ ઉક્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિથી
ભિન્ન તે જ એક આત્મતત્ત્વની ઉપાસના કર્યા કરે છે. ૩૦.
(अनुष्टुभ् )
द्वैततो द्वैतमद्वैतादद्वैतं खलु जायते ।
लोहाल्लोहमयं पात्रं हेम्नो हेममय यथा ।।३१।।
અનુવાદ : દ્વૈત ભાવથી નિયમથી દ્વૈત અને અદ્વૈતભાવથી અદ્વૈત ઉત્પન્ન થાય
છે. જેમ લોઢામાંથી લોઢાનું અને સોનામાંથી સોનાનું જ વાસણ ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ : આત્મા અને કર્મ તથા બંધ અને મોક્ષ ઇત્યાદિ પ્રકારની બુદ્ધિ તે
દ્વૈતબુદ્ધિ કહેવાય છે. એવી બુદ્ધિથી દ્વૈતભાવ જ બની રહે છે કે જેથી સંસાર પરિભ્રમણ
અધિકાર – ૪ઃ એકત્વસપ્તતિ ]૧૫૭