અનિવાર્ય થઈ જાય છે. પરંતુ હું એક જ છું, અન્ય બાહ્ય પદાર્થો ન મારા છે અને ન
હું તેમનો છું, આ જાતની બુદ્ધિ અદ્વૈતબુદ્ધિ કહેવાય છે. આ પ્રકારના વિચારથી તે અદ્વૈતભાવ
સદા જગૃત રહે છે કે જેથી અંતે મોક્ષ પણ પ્રાપ્ત થઈ જાય છે. એના આટે અહીં એ
ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેવી રીતે લોઢાની ધાતુમાંથી લોહમય અને સુવર્ણમાંથી
સુવર્ણમય જ પાત્ર બને છે તેવી જ રીતે દ્વૈતબુદ્ધિથી દ્વૈતભાવ તથા અદ્વૈતબુદ્ધિથી અદ્વૈતભાવ
જ થાય છે. ૩૧.
(अनुष्टुभ् )
निश्चयेन तदेकत्वमद्वैतममृतं परम् ।
द्वितीयेन कृतं द्वैतं संसृतिर्व्यवहारतः ।।३२।।
અનુવાદ : નિશ્ચયથી જે એકત્વ છે તે જ અદ્વૈત છે કે જે ઉત્કૃષ્ટ અમૃત અર્થાત્
મોક્ષસ્વરૂપ છે. પરંતુ બીજા (કર્મ કે શરીર આદિ) ના નિમિત્તે જે દ્વૈતભાવ ઉત્પન્ન
થાય છે તે વ્યવહારની અપેક્ષા રાખવાથી સંસારનું કારણ થાય છે. ૩૨.
(अनुष्टुभ् )
बन्धमोक्षौ रतिद्वेषौ कर्मात्मानौ शुभाशुभौ ।
इति द्वैताश्रिता बुद्धिरसिद्धिरभिधीयते ।।३३।।
અનુવાદ : બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ, કર્મ અને આત્મા તથા શુભ અને અશુભ;
આ જાતની બુદ્ધિ દ્વૈતના આશ્રયે થાય છે જે સંસારનું કારણ કહેવાય છે. ૩૩.
(अनुष्टुभ् )
उदयोदीरणा सत्ता प्रबन्धः खलु कर्मणः ।
बोधात्मधाम सर्वेभ्यस्तदेवैकं परं परम् ।।३४।।
અનુવાદ : ઉદય, ઉદીરણા અને સત્ત્વ આ બધો નિશ્ચયથી કર્મનો વિસ્તાર
છે. પરંતુ જ્ઞાનરૂપ જે આત્માનું તેજ છે તે તે બધાથી ભિન્ન, એક અને ઉત્કૃષ્ટ છે.
વિશેષાર્થ : સ્થિતિ પૂર્ણ થતાં જીર્ણ થયેલું કર્મ જે ફળદાનની સન્મુખ થાય છે તેને ઉદય
કહેવામાં આવે છે. ઉદયકાળ પ્રાપ્ત ન થવા છતાં પણ અપકર્ષણ દ્વારા જે કર્મનિષેક ઉદયમાં સ્થાપિત
કરાવવામાં આવે છે, તેને ઉદીરણા કહે છે. જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓના કર્મસ્વરૂપે અવસ્થિત
રહેવાને સત્ત્વ કહેવામાં આવે છે. ૩૪.
૧૫૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ