(अनुष्टुभ् )
क्रोधादिकर्मयोगेऽपि निर्विकारं परं महः ।
विकारकारिभिर्मेधैर्न विकारि नभो भवेत् ।।३५।।
અનુવાદ : ક્રોધાદિ કર્મોનો સંયોગ થવા છતાં પણ તે ઉત્કૃષ્ટ આત્મતેજ વિકાર
રહિત જ હોય છે. બરાબર પણ છે – વિકાર કરનારા વાદળાઓથી કદી આકાશ
વિકારયુક્ત નથી થતું.
વિશેષાર્થ : જેમ આકાશમાં વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ રહેવા છતાં પણ તે
આકાશ વિકારી થતું નથી. પરંતુ સ્વભાવથી સ્વચ્છ જ રહે છે. તેવી જ રીતે આત્મા સાથે ક્રોધાદિ
કર્મોનો સંયોગ રહેેવા છતાં પણ આત્મામાં વિકાર ઉત્પન્ન નથી થતો, પરંતુ તે સ્વભાવથી નિર્વિકાર
જ રહે છે. ૩૫.
(अनुष्टुभ् )
नामापि हि परं तस्मान्निश्चयात्तदनामकम् ।
जन्ममृत्यादि चाशेषं वपुर्धर्मं विदुर्बुधाः ।।३६्।।
અનુવાદ : આત્માનો વાચક શબ્દ પણ નિશ્ચયથી તેનાથી ભિન્ન છે, કેમ કે
નિશ્ચયનયની અપેક્ષાએ તે આત્મા સંજ્ઞા રહિત (અનિર્વચનીય) છે. અર્થાત્ વાચ્ય-
વાચકભાવ વ્યવહારનયને આશ્રિત છે, નહિ કે નિશ્ચયનયને. વિદ્વાનો જન્મ અને મરણ
આદિ બધાને શરીરનો ધર્મ સમજે છે. ૩૬.
(अनुष्टुभ् )
बोधेनापि युतिस्तस्य चैतन्यस्य तु कल्पना ।
स च तच्च तयोरैक्यं निश्चयेन विभाव्यते ।।३७।।
અનુવાદ : તે ચૈતન્યનો જ્ઞાન સાથે પણ જે સંયોગ છે તે કેવળ કલ્પના છે,
કેમ કે જ્ઞાન અને ચૈતન્ય આ બન્નેમાં નિશ્ચયથી અભેદ માનવામાં આવે છે. ૩૭.
(अनुष्टुभ् )
क्रियाकारकसंबन्धप्रबन्धोज्झितमूर्ति यत् ।
एवं ज्योतिस्तदेवैकं शरण्यं मोक्षकाङ्क्षिणाम् ।।३८।।
અનુવાદ : જે આત્મજ્યોતિ ગમનાદિરૂપ ક્રિયા, કર્તા આદિ કારક અને તેમના
અધિકાર – ૪ઃ એકત્વસપ્તતિ ]૧૫૯