સંબંધના વિસ્તાર રહિત છે તે જ એક માત્ર જ્યોતિ મોક્ષાભિલાષી સાધુજનોને
શરણભૂત છે. ૩૮.
(अनुष्टुभ् )
तदेकं परमं ज्ञानं तदेकं शुचि दर्शनम् ।
चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः ।।३९।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, તે જ એક આત્મજ્યોતિ
નિર્મળ સમ્યગ્દર્શન છે, તે જ એક આત્મજ્યોતિ ચારિત્ર છે તથા તે જ એક
આત્મજ્યોતિ નિર્મળ તપ છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યારે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થઈ જાય છે
ત્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એક માત્ર આત્માનો જ અનુભવ થાય છે. તે વખતે સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને તપ આદિમાં કાંઈ પણ ભેદ નથી રહેતો. એ જ રીતે જ્ઞાન,
જ્ઞાતા અને જ્ઞેયનો પણ કાંઈ ભેદ રહેતો નથી; કેમકે તે વખતે તે જ એક માત્ર આત્મા જ્ઞાન,
જ્ઞેય અને જ્ઞાતા બની જાય છે. તેથી આ અવસ્થામાં કર્તા અને કરણ આદિ કારકોનો પણ બધો
ભેદ સમાપ્ત થઈ જાય છે. ૩૯.
(अनुष्टुभ् )
नमस्यं च तदेवैकं तदेवैकं च मङ्गलम् ।
उत्तमं च तदेवैकं तदेव शरणं सताम् ।।४०।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ નમસ્કાર કરવા યોગ્ય છે, તે જ એક
આત્મજ્યોતિ મંગળસ્વરૂપ છે, તે જ એક આત્મજયોતિ ઉત્તમ છે તથા તે જ એક
આત્મજ્યોતિ સાધુઓને શરણભૂત છે.
વિશેષાર્થ : ‘‘ચત્તારિ મંગલં, અરહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલિપણ્ણત્તો
ધમ્મો મંગલં. ચત્તારિ લોગુત્તમા....’’ ઇત્યાદિ પ્રકારે જે અરહંત, સિદ્ધ, સાધુ અને કેવળીકથિત ધર્મ આ
ચારને મંગળ, લોકોત્તમ તથા શરણભૂત બતાવવામાં આવ્યા છે તે વ્યવહારનયની પ્રધાનતાથી છે. શુદ્ધ
નિશ્ચયનયની અપેક્ષાએ તો કેવળ એક તે આત્મજ્યોતિ જ મંગળ, લોકોત્તમ અને શરણભૂત છે. ૪૦.
(अनुष्टुभ् )
आचारश्च तदेवैकं तदेवावश्यकक्रिया ।
स्वाध्यायस्तु तदेवैकमप्रमत्तस्य योगिनः ।।४१।।
૧૬૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ