Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 42-45 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 161 of 378
PDF/HTML Page 187 of 404

 

background image
અનુવાદ : પ્રમાદ રહિત થયેલ મુનિને તે જ એક આત્મજ્યોતિઆચાર છે,
તે જ એક આત્મજ્યોતિ આવશ્યક ક્રિયા છે તથા તે જ એક આત્મજ્યોતિ સ્વાધ્યાય
પણ છે. ૪૧.
(अनुष्टुभ् )
गुणाः शिलानि सर्वाणि धर्मश्चात्यन्तनिर्मलः
संभाव्यन्ते परं ज्योतिस्तदेकमनुतिष्ठतः ।।४२।।
અનુવાદ : કેવળ એ જ એક ઉત્કૃષ્ટ આત્મજ્યોતિનું અનુષ્ઠાન કરનાર સાધુને
ગુણોની, સમસ્ત શીલોની અને અત્યન્ત નિર્મળ ધર્મની પણ સંભાવના છે. ૪૨.
(अनुष्टुभ् )
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः
रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम् ।।४३।।
અનુવાદ : સમસ્ત શાસ્ત્રરૂપી મહાસમુદ્રનું ઉત્કૃષ્ટ રત્ન તે જ એક આત્મજ્યોતિ
છે તથા તે જ એક આત્મજ્યોતિ સર્વ રમણીય પદાર્થોમાં આગળ સ્થિત અર્થાત્ શ્રેષ્ઠ
છે. ૪૩.
(अनुष्टुभ् )
तदेवैकं परं तत्त्वं तदेवैकं परं पदम्
भव्याराध्यं तदेवैकं तदेवैकं परं महः ।।४४।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, તે જ એક આત્મજ્યોતિ
ઉત્કૃષ્ટ પદ છે, તે જ એક આત્મજ્યોતિ ભવ્ય જીવો દ્વારા આરાધવા યોગ્ય છે, તથા
તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તેજ છે. ૪૪.
(अनुष्टुभ् )
शस्त्रं जन्मतरुच्छेदि तदेवैकं सतां मतम्
योगिनां योगनिष्ठानां तदेवैकं प्रयोजनम् ।।४५।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ સાધુઓને જન્મરૂપી વૃક્ષ નષ્ટ કરનાર
શસ્ત્ર માનવામાં આવે છે તથા સમાધિમાં સ્થિત યોગીજનોનું ઇષ્ટ પ્રયોજન તે જ એક
આત્મજ્યોતિની પ્રાપ્તિ છે. ૪૫.
અધિકાર૪ઃ એકત્વસપ્તતિ ]૧૬૧