અનુવાદ : તે જ આત્મજ્યોતિ શાશ્વત સુખરૂપી મહાફળોના ભારથી સુશોભિત
એવા અવિનશ્વર મોક્ષરૂપી સુંદર વૃક્ષનું એક ઉત્કૃષ્ટ બીજ છે. ૫૦.
(अनुष्टुभ् )
तदेवैकं परं विद्धि त्रैलोक्यगृहनायकम् ।
येनैकेन विना शङ्के वसदप्येतदुद्वसम् ।।५१।।
અનુવાદ : તે જ એક ઉત્કૃષ્ટ આત્મજ્યોતિને ત્રણે લોકરૂપી ગૃહનો નાયક
સમજવો જોઈએ, જે એક વિના આ ત્રણ લોકરૂપી ગૃહ નિવાસ સહિત હોવા છતાં
પણ તેના વિનાનું નિર્જન વન સમાન જણાય છે. અભિપ્રાય એ છે કે અન્ય દ્રવ્યો
હોવા છતાં પણ લોકની શોભા તે એક આત્મજ્યોતિથી જ છે. ૫૧.
(अनुष्टुभ् )
शुद्धं यदेव चैतन्यं तदेवाहं न संशयः ।
कल्पनयानयाप्येतद्धीनमानन्दमन्दिरम् ।।५२।।
અનુવાદ : આનંદના સ્થાનભૂત જે આ આત્મજ્યોતિ છે તે ‘‘જે શુદ્ધ ચૈતન્ય
છે તે જ હું છું. એમાં સંદેહ નથી’’ આવી કલ્પનાથી પણ રહિત છે. ૫૨.
(अनुष्टुभ् )
स्पृहा मोक्षे ऽपि मोहोत्था तन्निषेधाय जायते ।
अन्यस्मै तत्कथं शान्ताः स्पृहयन्ति मुमुक्षवः ।।५३।।
અનુવાદ : મોહના ઉદયથી ઉત્પન્ન થયેલી મોક્ષપ્રાપ્તિની પણ અભિલાષા
તે મોક્ષની પ્રાપ્તિમાં વિધ્ન નાખનાર બને છે, તો પછી ભલા, શાન્ત મોક્ષાભિલાષી
જીવ બીજી કઈ વસ્તુની ઇચ્છા કરે? અર્થાત્ કોઈની પણ નહિ. ૫૩.
(अनुष्टुभ् )
अहं चैतन्यमेवैकं नान्यत्किमपि जातुचित् ।
संबन्धो ऽपि न केनापि द्रढपक्षो ममेद्रशः ।।५४।।
અનુવાદ : હું એક ચૈતન્યસ્વરૂપ જ છું, તેનાથી ભિન્ન બીજું કોઈ પણ સ્વરૂપ
મારૂં કદી પણ હોઈ શકે નહિ. કોઈ પરપદાર્થ સાથે મારો સંબંધ પણ નથી, એવો મારો
દ્રઢ નિશ્ચય છે. ૫૪.
અધિકાર – ૪ઃ એકત્વસપ્તતિ ]૧૬૩