(अनुष्टुभ् )
शरीरादि बहिश्चिन्ताचक्रसंपर्कवर्जितम् ।
विशुद्धात्मस्थितं चित्तं कुर्वन्नास्ते निरन्तरम् ।।५५।।
અનુવાદ : જ્ઞાની સાધુ શરીરાદિ બાહ્ય પદાર્થ વિષયક ચિન્તા સમૂહના સંયોગ
રહિત પોતાના ચિત્તને નિરંતર શુદ્ધ આત્મામાં સ્થિર કરીને રહે છે. ૫૫.
(अनुष्टुभ् )
एवं सति यदेवास्ति तदस्तु किमिहापरैः ।
आसाद्यात्मन्निदं तत्त्वं शान्तो भव सुखी भव ।।५६।।
અનુવાદ : હે આત્મા, આવી સ્થિતિ હોવાથી જે કાંઈ છે તે ભલે હોય. અહીં
અન્ય પદાર્થોથી ભલા શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નહિ. આ ચૈતન્યસ્વરૂપને
પામીને તું શાન્ત અને સુખી રહે. ૫૬.
(अनुष्टुभ् )
अपारजन्मसन्तानपथभ्रान्तिकृतश्रमम् ।
तत्त्वामृतमिदं पीत्वा नाशयन्तु मनीषिणः ।।५७।।
અનુવાદ : બુદ્ધિમાન પુરુષ આ તત્ત્વરૂપી અમૃત પીને અપરિમિત જન્મપરંપરા
(સંસાર)ના માર્ગમાં પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ થાક દૂર કરો. ૫૭.
(अनुष्टुभ् )
अतिसूक्ष्ममतिस्थूलमेकं चानेकमेव यत् ।
स्वसंवेद्यमवेद्यं च यदक्षरमनक्षरम् ।।५८।।
अनौपम्यमनिर्देश्यमप्रमेयमनाकुलम् ।
शून्यं पूर्णं च यन्नित्यमनित्यं च प्रचक्ष्यते ।।५९।।
અનુવાદ : તે આત્મજ્યોતિ અતિશય સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે, એક
પણ છે અને અનેક પણ છે, સ્વસંવેદ્ય પણ છે અને અવેદ્ય પણ છે તથા અક્ષર પણ
છે અને અનક્ષર પણ છે. તે જ્યોતિ અનુપમ, અનિર્દેશ્ય, અપ્રમેય અને અનાકુળ હોવાથી
શૂન્ય પણ કહેવાય છે અને પૂર્ણ પણ, નિત્ય પણ કહેવાય છે અને અનિત્ય પણ.
૧૬૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ