Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 60-61 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 165 of 378
PDF/HTML Page 191 of 404

 

background image
વિશેષાર્થ : તે આત્મજ્યોતિ નિશ્ચયનયની અપેક્ષાએ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ
રહિત હોવાના કારણે સૂક્ષ્મ તથા વ્યવહારનયની અપેક્ષાએ શરીરાશ્રિત હોવાથી સ્થૂળ પણ
કહેવાય છે. એ જ રીતે તે શુદ્ધ ચૈતન્યરૂપ સામાન્ય સ્વભાવની અપેક્ષાએ એક અને
વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન શરીર આદિને આશ્રિત રહેવાથી અનેક પણ કહેવાય
છે. તે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા જાણવા યોગ્ય હોવાથી સ્વસંવેદ્ય તથા ઇન્દ્રિયજનિત જ્ઞાનનો
અવિષય હોવાથી અવેદ્ય પણ કહેવાય છે. તે નિશ્ચયથી વિનાશરહિત હોવાથી અક્ષર તથા
અકારાદિ અક્ષરોથી રહિત હોવાને કારણે અથવા વ્યવહારની અપેક્ષાએ વિનષ્ટ હોવાથી અનક્ષર
પણ કહેવાય છે. તે જ આત્મજ્યોતિ ઉપમા રહિત હોવાથી અનુપમ, નિશ્ચયનયથી શબ્દનો
અવિષય હોવાથી અનિર્દેશ્ય (અવાચ્ય), સાંવ્યવહારિક પ્રત્યક્ષાદિ પ્રમાણોનો વિષય ન હોવાથી
અપ્રમેય તથા આકુળતા રહિત હોવાને કારણે અનાકુળ પણ છે. એ સિવાય તે મૂર્તિક સમસ્ત
બાહ્ય પદાર્થોના સંયોગથી રહિત છે માટે શૂન્ય અને પોતાના જ્ઞાનાદિ ગુણોથી પરિપૂર્ણ હોવાથી
પૂર્ણ પણ મનાય છે. તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિનાશરહિત હોવાથી નિત્ય તથા પર્યાયાર્થિક
નયની અપેક્ષાએ અનિત્ય પણ કહેવાય છે. ૫૮
૫૯.
(अनुष्टुभ् )
निःशरीरं निरालम्बं निःशब्दं निरुपाधि यत्
यिदात्मकं परंज्योतिरवाङ्मानसगोचरम् ।।६०।।
અનુવાદ : તે ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ શરીર, આલંબન, શબ્દ અને
બીજા પણ અન્ય અન્ય વિશેષણોથી રહિત છે; તેથી તે વચન અને મનને પણ
અગોચર છે. ૬૦.
(अनुष्टुभ् )
इत्यत्र गहने ऽत्यन्तदुर्लक्ष्ये परमात्मनि
उच्यते यत्तदाकाशं प्रत्यालेख्यं विलिख्यते ।।६१।।
અનુવાદ : આ રીતે તે પરમાત્મા દુરધિગમ્ય અને અત્યંત દુર્લક્ષ્ય (અદ્રશ્ય)
હોવાથી તેના વિષયમાં જે કાંઈ પણ કહેવામાં આવે છે તે આકાશમાં ચિત્રલેખન
સમાન છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે અમૂર્ત આકાશમાં ચિત્રનું નિર્માણ કરવું
અસંભવ છે તેવી જ રીતે અતીન્દ્રિય આત્માના વિષયમાં કાંઈ વર્ણન કરવું પણ અસંભવ જ છે.
તે તો કેવળ સ્વાનુભવ ગોચર છે. ૬૧.
અધિકાર૪ઃ એકત્વસપ્તતિ ]૧૬૫