(अनुष्टुभ् )
आस्तां तत्र स्थितो यस्तु चिन्तामात्रपरिग्रहः ।
तस्यात्र जीवितं श्लाध्यं देवैरपि स पूज्यते ।।६२।।
અનુવાદ : જે તે આત્મામાં લીન છે તે તો દૂર રહો. પણ જે તેનું ચિન્તન
માત્ર કરે છે તેનું જીવન પ્રશંસાયોગ્ય છે, તે દેવો દ્વારા પણ પૂજાય છે. ૬૨.
(अनुष्टुभ् )
सर्वविद्भिरसंसारेः सम्यग्ज्ञानविलोचनैः ।
एतस्योपासनोपायः साम्यमेकमुदाहृतम् ।।६३।।
અનુવાદ : જે સર્વજ્ઞદેવ સંસારથી રહિત અર્થાત્ જીવનમુક્ત થઈને
સમ્યગ્જ્ઞાનરૂપ નેત્ર ધારણ કરે છે તેમણે આ આત્માના આરાધનનો ઉપાય એક માત્ર
સમતાભાવ બતાવ્યો છે. ૬૩.
(अनुष्टुभ् )
साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम् ।
शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः ।।६४।।
અનુવાદ : સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપયોગ; આ
બધા શબ્દ એક જ અર્થના વાચક છે. ૬૪.
(अनुष्टुभ् )
नाकृतिर्नाक्षरं वर्णो नो विकल्पश्च कश्चन ।
शुद्धं चैतन्यमेवैकं यत्र तत्साम्यमुच्यते ।।६५।।
અનુવાદ : જ્યાં ન કોઈ આકાર છે, ન અકારાદિ અક્ષર છે, ન કૃષ્ણ – નીલાદિ
વર્ણ છે અને ન કોઈ વિકલ્પેય છે; પરંતુ જ્યાં કેવળ એક ચૈતન્યસ્વરૂપ જ પ્રતિભાસિત
થાય છે તેને જ સામ્ય કહેવામાં આવે છે. ૬૫.
(अनुष्टुभ् )
साम्यमेकं परं कार्यं साम्यं तत्त्वं परं स्मृतम् ।
साम्यं सर्वोपदेशानामुपदेशो विमुक्त ये ।।६६।।
અનુવાદ : તે સમતાભાવ એક ઉત્કૃષ્ટ કાર્ય છે. તે સમતાભાવ ઉત્કૃષ્ટ તત્ત્વ
૧૬૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ