માનવામાં આવ્યું છે. તે જ સમતાભાવ સર્વ ઉપદેશોનો ઉપદેશ છે જે મુક્તિનું કારણ
છે, અર્થાત્ સમતાભાવનો ઉપદેશ સમસ્ત ઉપદેશોનો સાર છે કેમ કે તેનાથી મોક્ષની
પ્રાપ્તિ થાય છે. ૬૬.
(अनुष्टुभ् )
साम्यं सद्बोधनिर्माणं शश्वदानन्दमन्दिरम् ।
साम्यं शुद्धात्मनो रूपं द्वारं मोक्षैकसद्मनः ।।६७।।
અનુવાદ : સમતાભાવ સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન કરનાર છે, તે શાશ્વતિક (નિત્ય)
સુખનું સ્થાન છે. તે સમતાભાવ શુદ્ધ આત્માનું સ્વરૂપ તથા મોક્ષરૂપી અનુપમ મહેલનું
દ્વાર છે. ૬૭.
(अनुष्टुभ् )
साम्यं निःशेषशास्त्राणां सारमाहुर्विपश्चितः ।
साम्यं कर्ममहाकक्षदाहे दावानलायते ।।६८।।
અનુવાદ : પંડિતો સમતાભાવને સમસ્ત શાસ્ત્રોનો સાર બતાવે છે તે
સમતાભાવ કર્મરૂપી મહાવનને ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે. ૬૮.
(अनुष्टुभ् )
साम्यं शरण्यमित्याहुर्योगिनां योगगोचरम् ।
उपाधिरचिताशेषदोषक्षपणकारणम ।।६९।।
અનુવાદ : જે સમતાભાવ યોગીઓને યોગનો વિષય થયો થકો બાહ્ય અને
અભ્યંતર પરિગ્રહના નિમિત્તે ઉત્પન્ન થયેલ સમસ્ત દોષોનો નાશ કરનાર છે તે
શરણભૂત કહેવાય છે. ૬૯.
(अनुष्टुभ् )
निःस्पृहायाणिमाद्यब्जखण्डे साम्यसरोजुषे ।
हंसाय शुचये मुक्ति हंसीदत्तद्रशे नमः ।।७०।।
અનુવાદ : જે આત્મારૂપી હંસ અણિમાદિ ૠદ્ધિરૂપી કમળખંડ (સ્વર્ગ)ની
અભિલાષા રહિત છે, સમતારૂપી સરોવરનો આરાધક છે, પવિત્ર છે તથા મુક્તિરૂપી
હંસી તરફ દ્રષ્ટિ રાખે છે તેને નમસ્કાર હો. ૭૦.
અધિકાર – ૪ઃ એકત્વસપ્તતિ ]૧૬૭