(अनुष्टुभ् )
ज्ञानिनोऽमृतसंगाय मृत्युस्तापकरोऽपि सन् ।
आमकुम्भस्य लोकेऽस्मिन् भवेत्पाकविधिर्यथा ।।७१।।
અનુવાદ : જેમ આ લોકમાં કાચા ઘડાનો પરિપાક અમૃતસંગ અર્થાત્ પાણીના
સંયોગને કારણે થાય છે તેવી જ રીતે અવિવેકી મનુષ્યને સંતાપ કરનાર તે મૃત્યુ પણ
જ્ઞાની મનુષ્યને અમૃતસંગ અર્થાત્ શાશ્વત સુખ (મોક્ષ) નું કારણ થાય છે. ૭૧.
(अनुष्टुभ् )
मानुष्यं सत्कुले जन्म लक्ष्मीर्बुद्धिः कृतज्ञता ।
विवेकेन विना सर्वं सदप्येतन्न किंचन ।।७२।।
અનુવાદ : મનુષ્ય પર્યાય, ઉત્તમકુળમાં જન્મ, સંપત્તિ, બુદ્ધિ અને કૃતજ્ઞતા
(ઉપકારનું સ્મરણ); આ બધી સામગ્રી હોવા છતાં પણ વિવેક વિના કાંઈ પણ કાર્યકારી
નથી. ૭૨.
(अनुष्टुभ् )
चिदचिद् द्वे परे तत्त्वे विवेकस्तद्विवेचनम् ।
उपादेयमुपादेयं हेयं हेयं च कुर्वतः ।।७३।।
અનુવાદ : ચેતન અને અચેતન એ બન્ને ભિન્ન તત્ત્વ છે. તેમના ભિન્ન સ્વરૂપનો
વિચાર કરવો તેને વિવેક કહેવામાં આવે છે. તેથી હે આત્મા! તું આ વિવેકથી ગ્રહણ કરવા
યોગ્ય જે ચૈતન્યસ્વરૂપ છે તેનું ગ્રહણ કર અને છોડવા યોગ્ય જડતાને છોડી દે. ૭૩.
(अनुष्टुभ् )
दुःखं किंचित्सुखं किंचिच्चित्ते भाति जडात्मनः ।
संसारे ऽत्र पुनर्नित्यं सर्वं दुःखं विवेकिनः ।।७४।।
અનુવાદ : `````અહીં સંસારમાં મૂર્ખ પ્રાણીના ચિત્તમાં કાંઈક તો સુખ અને કાંઈક
દુઃખરૂપ પ્રતિભાસે છે. પરંતુ વિવેકી જીવના ચિત્તમાં સદા સર્વ દુઃખદાયક જ પ્રતિભાસે છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે અવિવેકી પ્રાણી કદી ઇષ્ટ સામગ્રી પ્રાપ્ત થતાં
સુખ અને તેનો વિયોગ થઈ જતાં કદી દુઃખનો અનુભવ કરે છે. પરંતુ વિવેકી પ્રાણી ઇષ્ટ સામગ્રીની
પ્રાપ્તિ અને તેના વિયોગ બન્નેને દુઃખપ્રદ સમજે છે. તેથી તે ઉક્ત બન્ને અવસ્થાઓમાં સમભાવ
રાખે છે. ૭૪.
૧૬૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ