(अनुष्टुभ् )
हेयं हि कर्म रागादि तत्कार्यं च विवेकिनः ।
उपादेयं परं ज्योतिरुपयोगैकलक्षणम् ।।७५।।
અનુવાદ : વિવેકી મનુષ્યે કર્મ અને તેના કાર્યભૂત રાગાદિ પણ છોડવા યોગ્ય
છે અને ઉપયોગરૂપ એક લક્ષણવાળી ઉત્કૃષ્ટ જ્યોતિ ગ્રહણ કરવા યોગ્ય છે. ૭૫.
(इन्द्रवज्रा)
यदेव चैतन्यमहं तदेव तदेव जानाति तदेव पश्यति ।
तदेव चैकं परमस्ति निश्चयाद् गतोऽस्मि भावेन तदेकतां परम् ।।७६।।
અનુવાદ : જે ચૈતન્ય છે તે જ હું છું. તે જ ચૈતન્ય જાણે છે અને તે જ
ચૈતન્ય દેખે પણ છે. નિશ્ચયથી તે જ એક ચૈતન્ય ઉત્કૃષ્ટ છે. હું સ્વભાવથી કેવળ
તેની સાથે એકતા પામ્યો છું. ૭૬.
(वसंततिलका)
एकत्वसप्ततिरियं सुरसिन्धुरुच्चैः
श्रीपद्मनन्दिहिमभूधरतः प्रसूता ।
यो गाहते शिवपदाम्बुनिधिं प्रविष्टा-
मेतां लभेत स नरः परमां विशुद्धिम् ।।७७।।
અનુવાદ : જે આ એકત્વસપ્તતિ (સીત્તેર પદ્યમય એકત્વવિષયક પ્રકરણ) રૂપી
ગંગા ઉન્નત શ્રી પદ્મનન્દિરૂપી હિમાલય પર્વતથી ઉત્પન્ન થઈને મોક્ષપદરૂપી સમુદ્રમાં
પ્રવેશી છે તેમાં જે મનુષ્ય સ્નાન કરે છે (એકત્વસપ્તતિના પક્ષે – અભ્યાસ કરે છે)
તે મનુષ્ય અતિશય વિશુદ્ધિ પામે છે. ૭૭.
(वसंततिलका)
संसारसागरसमुत्तरणैकसेतु –
मेनं सतां सदुपदेशमुपाश्रितानाम् ।
कुर्यात्पदं मललवोऽपि किमन्तरङ्गे
सम्यक्समाधिविधिसंनिधिनिस्तरङ्गे ।।७८।।
અધિકાર – ૪ઃ એકત્વસપ્તતિ ]૧૬૯