અનુવાદ : જે સાધુ જનોએ સંસારરૂપી સમુદ્ર પાર થવામાં અદ્વિતીય
પુલસ્વરૂપ આ ઉપદેશનો આશ્રય લીધો છે તેમના ઉત્તમ સમાધિવિધિની સમીપતાથી
નિશ્ચલ બનેલ અંતઃકરણમાં શું મળને લેશ પણ સ્થાન પ્રાપ્ત થઈ શકે છે? અર્થાત્
પ્રાપ્ત થઈ શકતું નથી. ૭૮.
(मंदाक्रान्ता)
आत्मा भिन्नस्तदनुगतिमत्कर्म भिन्नं तयोर्या
प्रत्यासत्तेर्भवति विकृतिः सापि भिन्नं तथैव ।
कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्नं मतं मे
भिन्नं भिन्नं निजगुणकलालंकृतं सर्वमेतत् ।।७९।।
અનુવાદ : આત્મા ભિન્ન છે, તેને અનુસરનાર કર્મ મારાથી ભિન્ન છે, આ
બન્નેના સંબંધથી જે વિકારભાવ ઉત્પન્ન થાય છે તે પણ તે જ પ્રકારે ભિન્ન છે,
તથા અન્ય પણ જે કાળ અને ક્ષેત્ર આદિ છે તેમને પણ ભિન્ન માનવામાં આવ્યા
છે. અભિપ્રાય એ છે કે પોતાના ગુણો અને કળાઓથી પણ વિભૂષિત આ સર્વ ભિન્ન
ભિન્ન જ છે. ૭૯.
(वसंततिलका)
येऽभ्यासयन्ति कथयन्ति विचारयन्ति
संभावयन्ति च मुहुर्मुहुरात्मतत्त्वम् ।
ते मोक्षमक्षयमनूनमनन्तसौख्यं
क्षिप्रं प्रयान्ति नवकेवललब्धिरूपम् ।।८०।।
અનુવાદ : જે ભવ્યજીવ આ આત્મતત્ત્વનો વારંવાર અભ્યાસ કરે છે, વ્યાખ્યાન
કરે છે, વિચાર કરે છે તથા સન્માન કરે છે; તે શીઘ્ર જ અવિનશ્વર, સંપૂર્ણ, અનંત સુખ
સંયુક્ત અને નવ કેવળલબ્ધિ (કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, લાભ, ભોગ,
ઉપભોગ, વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર) સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૮૦.
આ રીતે એકત્વસપ્તતિ પ્રકરણ સમાપ્ત થયું. ૪.
❁
૧૭૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ