૫. યતિભાવનાષ્ટક
[ ५. यतिभावनाष्टकम् ]
(शार्दूलविक्रीडित)
आदाय व्रतमात्मतत्त्वममलं ज्ञात्वाथ गत्वा वनं
निःशेषामपि मोहकर्मजनितां हित्वा विकल्पावलिम् ।
ये तिष्ठन्ति मनोमरुच्चिदचलैकत्वप्रमोदं गता
निष्कम्पा गिरिवज्जयन्ति मुनयस्ते सर्वसंगौज्झिताः ।।१।।
અનુવાદ : જે મુનિ વ્રત ગ્રહણ કરીને, નિર્મળ આત્મતત્ત્વને જાણીને વનમાં
જઈને, તથા મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ વિકલ્પોનો સમૂહ છોડીને
મનરૂપી વાયુથી વિચલિત ન થનાર સ્થિર ચૈતન્યમાં એકત્વના આનંદને પામતા થકા
પર્વત સમાન નિશ્ચળ રહે છે તે સંપૂર્ણ પરિગ્રહ રહિત મુનિ જયવંત હો. ૧.
(शार्दूलविक्रीडित)
चेतोवृत्तिनिरोधनेन करणग्रामं विधायोद्वसं
तत्संहृत्य गतागतं च मरुतो धैर्यं समाश्रित्य च ।
पयङ्केन मया शिवाय विधिवच्छून्यैकभूभृद्दरी-
मध्यस्थेन कदा चिदर्पितद्रशा स्थातव्यमन्तर्मुखम् ।।२।।
અનુવાદ : મુનિ વિચાર કરે છે કે હું મનનો વ્યાપાર રોકીને, ઇન્દ્રિયસમૂહને
ઉજ્જડ કરીને (જીતીને), વાયુના ગમન-આગમનને સંકોચીને, ધૈર્યનું અવલંબન લઈને,
તથા મોક્ષપ્રાપ્તિના નિમિત્તે વિધિપૂર્વક પર્વતની એક નિર્જન ગુફાની વચ્ચે પદ્માસનમાં
૧૭૧