૬. ઉપાસક સંસ્કાર
[ ६. उपासक संस्कार ]
(अनुष्टुभ् )
आद्यो जिनो नृपः श्रेयान् व्रतदानादिपुरुषौ ।
एतदन्योन्यसंबन्धे धर्मस्थितिरभूदिह ।।१।।
અનુવાદ : આદિ જિન અર્થાત્ ૠષભ જિનેન્દ્ર અને શ્રેયાંસ રાજા આ બન્ને
ક્રમપૂર્વક વ્રતવિધિ અને દાનવિધિના આદિ પ્રવર્તક પુરુષ છે અર્થાત્ વ્રતોનો પ્રચાર
‘સર્વ પ્રથમ ૠષભ જિનેન્દ્ર દ્વારા શરૂ થયો અને દાનવિધિનો પ્રચાર રાજા શ્રેયાંસથી
શરૂ થયો. એમનો પરસ્પર સંબંધ થતાં અહીં ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ. ૧.
(अनुष्टुभ् )
सम्यग्द्रग्बोधचारित्रत्रितयं धर्म उच्यते ।
मुक्तेः पन्थाः स एव स्यात् प्रमाणपरिनिष्ठितः ।।२।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેને ધર્મ
કહેવામાં આવે છે તથા તે જ મુક્તિનો માર્ગ છે જે પ્રમાણથી સિદ્ધ છે. ૨.
(अनुष्टुभ् )
रत्नत्रयात्मके मार्गे संचरन्ति न ये जनाः ।
तेषां मोक्षपदं दूरं भवेद्दीर्घतरो भवः ।।३।।
અનુવાદ : જે જીવ રત્નત્રયસ્વરૂપ આ મોક્ષમાર્ગમાં સંચાર કરતા નથી તેમને
મોક્ષસ્થાન તો દૂર અને સંસાર અતિશય દીર્ઘ થઈ જાય છે. ૩.
૧૭૫