(अनुष्टुभ् )
सम्पूर्णदेशभेदाभ्यां स च धर्मो द्विधा भवेत् ।
आद्ये भेदे च निर्ग्रन्थाः द्वितीये गृहिणः स्थिताः ।।४।।
અનુવાદ : તે ધર્મ સંપૂર્ણ ધર્મ અને દેશધર્મના ભેદથી બે પ્રકારનો છે. આમાંથી
પ્રથમ ભેદમાં દિગંબર મુનિ અને બીજા ભેદમાં ગૃહસ્થ સ્થિત હોય છે. ૪.
(अनुष्टुभ् )
संप्रत्यपि प्रवर्तेत धर्मस्तेनैव वर्त्मना ।
तेने तेऽपि च गण्यन्ते गृहस्था धर्महेतवः ।।५।।
અનુવાદ : વર્તમાનમાં પણ તે રત્નત્રયસ્વરૂપ ધર્મની પ્રવૃત્તિ તે જ માર્ગે અર્થાત્
પૂર્ણધર્મ અને દેશધર્મ સ્વરૂપે થઈ રહી છે. તેથી તે ગૃહસ્થ પણ ધર્મનું કારણ ગણાય
છે. ૫.
(अनुष्टुभ् )
संप्रत्यत्र कलौ काले जिनगेहे मुनिस्थितिः ।
धर्मश्च दानमित्येषां श्रावका मूलकारणम् ।।६।।
અનુવાદ : અત્યારે અહીં આ કળિકાળ અર્થાત્ પંચમકાળમાં મુનિઓનો નિવાસ
જિનાલયોમાં થઈ રહ્યો છે અને તેમના જ નિમિત્તે ધર્મ અને દાનની પ્રવૃત્તિ છે. આ રીતે
મુનિઓની સ્થિતિ, ધર્મ અને દાન આ ત્રણેયનું મૂળકારણ ગૃહસ્થ શ્રાવક છે. ૬.
(अनुष्टुभ् )
देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः ।
दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ।।७।।
અનુવાદ : જિનપૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ અને તપ આ છ કર્મ
ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે અર્થાત્ તે તેમના આવશ્યક કાર્ય છે. ૭.
(अनुष्टुभ् )
समता सर्वभूतेषु संयमे शुभभावना ।
आर्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ।।८।।
૧૭૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ