Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 9-12 (6. Upasak Sanskar).

< Previous Page   Next Page >


Page 177 of 378
PDF/HTML Page 203 of 404

 

background image
અનુવાદ : સર્વ પ્રાણીઓ પ્રત્યે સમતાભાવ ધારણ કરવો, સંયમના
વિષયમાં શુભ વિચાર રાખવો અને આર્ત તથા રૌદ્ર ધ્યાનોનો ત્યાગ કરવો, એને
સામાયિકવ્રત માનવામાં આવે છે. ૮.
(अनुष्टुभ् )
सामायिकं न जायेत व्यसनम्लानचेतसः
श्रावकेन ततः साक्षात्त्याज्यं व्यसनसप्तकम् ।।।।
અનુવાદ : જેમનું ચિત્ત જુગાર વગેરે વ્યસનોથી મલિન થઈ રહ્યું હોય તેને
ઉપર્યુક્ત સામાયિકની સંભાવના નથી. તેથી શ્રાવકે સાક્ષાત્ તે સાત વ્યસનોનો
પરિત્યાગ અવશ્ય કરવો જોઈએ. ૯.
(अनुष्टुभ् )
द्यूतमांससुरावेश्याखेटचौर्यपराङ्गनाः
महापापानि सप्तैव व्यसनानि त्यजेद् बुधः ।।१०।।
અનુવાદ : જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી આ સાતે
ય વ્યસન મહાપાપસ્વરૂપ છે. વિવેકી મનુષ્યે એમનો ત્યાગ કરવો જોઈએ. ૧૦.
(अनुष्टुभ् )
धर्मार्थिनो ऽपि लोकस्य चेदस्ति व्यसनाश्रयः
जायते न ततः सापि धर्मान्वेषणयोग्यता ।।११।।
અનુવાદ : ધર્માભિલાષી મનુષ્ય પણ જો તે વ્યસનોનો આશ્રય લે છે તે
એનાથી તેને તે ધર્મ શોધવાની યોગ્યતા પણ ઉત્પન્ન થતી નથી. ૧૧.
(अनुष्टुभ् )
सप्तैव नरकाणि स्युस्तैरेकैकं निरूपितम्
आकर्षयन्नृणामेतद्वयसनं स्वसमृद्धये ।।१२।।
અનુવાદ : નરક સાત જ છે. તેમણે જાણે પોતાની સમૃદ્ધિ માટે મનુષ્યોને
આકર્ષિત કરનાર આ એક એક વ્યસનને નિયુક્ત કર્યું છે. ૧૨.
અધિકાર૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૭૭