(अनुष्टुभ् )
धर्मशत्रुविनाशार्थं पापाख्यकुपतेरिह ।
सप्ताङ्गं बलवद्राज्यं सप्तभिर्व्यसनैः कृतम् ।।१३।।
અનુવાદ : આ સાત વ્યસનોએ જાણે ધર્મરૂપી શત્રુનો નાશ કરવા માટે પાપ
નામથી પ્રસિદ્ધ નિકૃષ્ટ (હલકા) રાજાના સાત રાજ્યાંગો (રાજા, મંત્રી, મિત્ર, ખજાનો,
દેશ, દુર્ગ અને સૈન્ય) થી યુક્ત રાજ્યને બળવાન કર્યું છે.
વિશેષાર્થ : અભિપ્રાય એનો એ છે કે આ વ્યસનોના નિમિત્તે ધર્મનો તો હ્રાસ (નાશ)
થાય છે અને પાપ વધે છે. અહીં ગ્રન્થકર્તાએ આ ઉત્પ્રેક્ષા કરી છે કે જાણે પાપરૂપી રાજાએ પોતાના
ધર્મરૂપી શત્રુનો નાશ કરવા માટે પોતાના રાજ્યને આ સાત વ્યસનોરૂપ સાત રાજ્યાંગોથી જ સુસજ્જ
કરી લીધું છે. ૧૩.
(अनुष्टुभ् )
प्रपश्यन्ति जिनं भक्त्या पूजयन्ति स्तुवन्ति ये ।
ते च द्रश्याश्च पूज्याश्च स्तुत्याश्च भुवनत्रये ।।१४।।
અનુવાદ : જે ભવ્ય પ્રાણી ભક્તિથી જિન ભગવાનના દર્શન, પૂજન અને
સ્તુતિ કરતા રહે છે તે ત્રણે લોકમાં પોતે જ દર્શન, પૂજન અને સ્તુતિ યોગ્ય બની
જાય છે. અભિપ્રાય એ છે કે તે પોતે પણ પરમાત્મા બની જાય છે. ૧૪.
(अनुष्टुभ् )
ये जिनेन्द्रं न पश्यन्ति पूजयन्ति स्तुवन्ति न ।
निष्फलं जीवितं तेषां तेषां धिक् च गृहाश्रमम् ।।१५।।
અનુવાદ : જે જીવ ભક્તિથી જિનેન્દ્ર ભગવાનના ન દર્શન કરે છે, ન પૂજન
કરે છે અને ન સ્તુતિ પણ કરે છે તેમનું જીવન નિષ્ફળ છે; તથા તેમના ગૃહસ્થાશ્રમને
ધિક્કાર છે. ૧૫.
(अनुष्टुभ् )
प्रातरुत्थाय कर्तव्यं देवतागुरुदर्शनम् ।
भक्त्या तद्वन्दना कार्या धर्मश्रुतिरुपासकैः ।।१६।।
૧૭૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ