અનુવાદ : શ્રાવકોએ પ્રાતઃકાળે ઉઠીને ભક્તિથી જિનેન્દ્રદેવ તથા નિર્ગ્રન્થ
ગુરુના દર્શન અને તેમની વંદના કરીને ધર્મશ્રવણ કરવું જોઈએ. ૧૬.
(अनुष्टुभ् )
पश्चादन्यानि कार्याणि कर्तव्यानि यतो बुधैः ।
धर्मार्थकाममोक्षाणामादौ धर्मः प्रकीर्तितः ।।१७।।
અનુવાદ : ત્યાર પછી અન્ય કાર્ય કરવા જોઈએ, કેમ કે વિદ્વાન પુરુષોએ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં ધર્મને પ્રથમ બતાવ્યો છે. ૧૭.
(अनुष्टुभ् )
गुरोरेव प्रसादेन लभ्यते ज्ञानलोचनम् ।
समस्तं द्रश्यते येन हस्तरेखेव निस्तुषम् ।।१८।।
અનુવાદ : ગુરુની જ પ્રસન્નતાથી તે જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપી નેત્ર પ્રાપ્ત થાય
છે કે જેના દ્વારા સમસ્ત જગત્ હાથની રેખા સમાન સ્પષ્ટપણે દેખાય છે. ૧૮.
(अनुष्टुभ् )
ये गुरुं नैव मन्यन्ते तदुपास्तिं न कुर्वते ।
अन्धकारो भवेत्तेषामुदिते ऽपि दिवाकरे ।।१९।।
અનુવાદ : જે અજ્ઞાની જન ન તો ગુરુને માને છે અને ન તેની ઉપાસના
ય કરે છે તેમને માટે સૂર્યનો ઉદય હોવા છતાં પણ અંધકાર જેવું જ છે.
વિશેષાર્થ : એ ઉપર કહેવામાં આવી ગયું છે કે જ્ઞાનની પ્રાપ્તિ ગુરુના જ પ્રસાદથી
થાય છે. તેથી જે મનુષ્ય આદરપૂર્વક ગુરુની સેવા – શુશ્રૂષા નથી કરતા તે અલ્પજ્ઞાની જ રહે છે.
તેમનું અજ્ઞાન સૂર્યનો પ્રકાશ પણ દૂર નથી કરી શકતો. કારણ કે તે તો કેવળ સીમિત બાહ્ય પદાર્થોના
અવલોકનમાં સહાયક થઈ શકે છે, નહિ કે આત્માવલોકનમાં. આત્માવલોકનમાં તો કેવળ ગુરુના
નિમિત્તે પ્રાપ્ત થયેલું અધ્યાત્મજ્ઞાન જ સહાયક થાય છે. ૧૯.
(अनुष्टुभ् )
ये पठन्ति न सच्छास्त्रं सद्गुरुप्रकटीकृतम् ।
तेऽन्धाः सचक्षुषोऽपीह संभाव्यन्ते मनीषिभिः ।।२०।।
અધિકાર – ૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૭૯