અનુવાદ : જે મનુષ્યો ઉત્તમ ગુરુ દ્વારા પ્રરૂપિત સમીચીન શાસ્ત્ર વાંચતા નથી
તેમને બુદ્ધિમાન મનુષ્ય બન્ને આંખોવાળા હોવા છતાં આંધળા સમજે છે. ૨૦.
(अनुष्टुभ् )
मन्ये न प्रायशस्तेषां कर्णाश्च हृदयानि च ।
यैरभ्यासे गुरोः शास्त्रं न श्रुतं नावधारितम् ।।२१।।
અનુવાદ : જેમણે ગુરુની સમીપે ન શાસ્ત્ર સાંભળ્યું છે અને ન તેને હૃદયમાં
ધારણ પણ કર્યું છે તેમને ઘણું કરીને ન તો કાન છે અને ન હૃદય પણ છે, એમ
હું સમજું છું.
વિશેષાર્થ : કાનનો સદુપયોગ એમાં જ છે કે તેમના દ્વારા શાસ્ત્રોનું શ્રવણ કરવામાં
આવે – તેનાથી સદુપદેશ સાંભળવામાં આવે. તથા મનના લાભનો પણ એ જ સદુપયોગ છે કે તેના
દ્વારા સાંભળેલા શાસ્ત્રનું ચિન્તન કરાય – તેનું રહસ્ય ધારણ કરાય. તેથી જે પ્રાણી કાન અને મન
મેળવીને પણ તેમને શાસ્ત્રના વિષયમાં જોડતા નથી તેમના તે કાન અને મન નિષ્ફળ જ છે. ૨૧.
(अनुष्टुभ् )
देशव्रतानुसारेण संयमो ऽपि निषेव्यते ।
गृहस्थैर्येन तेनैव जायते फलवद्व्रतम् ।।२२।।
અનુવાદ : શ્રાવક જો દેશવ્રત અનુસાર ઇન્દ્રિયોના નિગ્રહ અને
પ્રાણીદયારૂપ સંયમનું પણ સેવન કરે છે તો તેનાથી તેમનું તે વ્રત (દેશવ્રત) સફળ
થઈ જાય છે. અભિપ્રાય એ છે કે દેશવ્રતના પરિપાલનની સફળતા એમાં જ
છે કે તેના પછી પૂર્ણ સંયમ પણ ધારણ કરવામાં આવે. ૨૨.
(अनुष्टुभ् )
त्याज्यं मांसं च मद्यं च मधूदुम्बरपञ्चकम् ।
अष्टौ मूलगुणाः प्रोक्ताः गृहिणो द्रष्टिपूर्वकाः ।।२३।।
અનુવાદ : માંસ, મદ્ય, મધ અને પાંચ ઉદુમ્બર ફળ (ઉમરડો, કઠુમર, પાકર,
વડ અને પીપળો) નો ત્યાગ કરવો જોઈએ. સમ્યગ્દર્શન સાથે આ આઠ શ્રાવકના
મૂળગુણ કહેવામાં આવે છે.
વિશેષાર્થ : મૂળ શબ્દનો અર્થ જડ થાય છે. જે વૃક્ષના મૂળિયાં ખૂબ ઊંડા અને બળવાન
૧૮૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ