Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 24 (6. Upasak Sanskar).

< Previous Page   Next Page >


Page 181 of 378
PDF/HTML Page 207 of 404

 

background image
હોય છે તેમની સ્થિતિ ઘણા સમય સુધી રહે છે. પરંતુ જેનાં મૂળિયાં વધારે ઊંડા અને બળવાન
હોતા નથી તેમની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકતી નથી.
તે આંધી આદિ દ્વારા તરત જ ઉખાડી
નખાય છે. બરાબર એ જ રીતે આ ગુણો વિના શ્રાવકના ઉત્તર ગુણો (અણુવ્રતાદિ)ની સ્થિતિ પણ
દ્રઢ રહેતી નથી તેથી આ શ્રાવકના મૂળગુણ કહેવાય છે. એમની શરૂઆતમાં સમ્યગ્દર્શન અવશ્ય
હોવું જોઈએ, કેમકે તેના વિના ઘણું કરીને વ્રત આદિ બધું નિષ્ફળ જ રહે છે. ૨૩.
(अनुष्टुभ् )
अणुव्रतानि पञ्चैव त्रिप्रकारं गुणव्रतम्
शिक्षाव्रतानि चत्वारि द्वादशेति गृहिव्रते ।।२४।।
અનુવાદ : ગૃહિવ્રત અર્થાત્ દેશવ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર
શિક્ષાવ્રત; આ રીતે બાર વ્રત હોય છે.
વિશેષાર્થ : હિંસા, અસત્ય વચન, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ સ્થૂળ
પાપોનો પરિત્યાગ કરવો; તેને અણુવ્રત કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારના છે.
અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત અને પરિગ્રહપરિમાણાણુવ્રત. મન,
વચન અને કાયા દ્વારા કૃત, કારિત અને અનુમોદનારૂપે (નવ પ્રકારે) જે સંકલ્પપૂર્વક ત્રસ
જીવોની હિંસાનો પરિત્યાગ કરવામાં આવે છે તેને અહિંસાણુવ્રત કહે છે. સ્થૂળ અસત્ય વચન
સ્વયં ન બોલવું, બીજાને એ માટે પ્રેરિત ન કરવા તથા જે સત્ય વચનથી બીજા વિપત્તિમાં
પડતા હોય એવા સત્ય વચન પણ ન બોલવા, તેને સત્યાણુવ્રત કહે છે. મૂકેલું, પડેલું અથવા
ભુલાઈ ગયેલું પરધન આપ્યા વિના લેવું નહિ તે અચૌર્યાણુવ્રત કહેવાય છે. પરસ્ત્રી સાથે ન
તો પોતે સંબંધ રાખવો અને ન બીજાને પણ એ માટે પ્રેરિત કરવા, તેને બ્રહ્મચર્યાણુવ્રત
અથવા સ્વદારસંતોષ વ્રત કહેવાય છે. ધન
ધાન્યાદિ પરિગ્રહનું પ્રમાણ કરીને તેનાથી અધિકની
ઇચ્છા ન કરવી, તેને પરિગ્રહપરિમાણાણુવ્રત કહે છે. ગુણવ્રત ત્રણ છેદિગ્વ્રત, અનર્થદંડવ્રત
અને ભોગોપભોગપરિમાણવ્રત. પૂર્વાદિ દશ દિશાઓમાં પ્રસિદ્ધ કોઈ સમુદ્ર, નદી, વન અને
પર્વત આદિની મર્યાદા કરીને તેની બહાર ન જવાનો મરણ પર્યન્ત નિયમ કરી લેવો તેને
દિગ્વ્રત કહેવાય છે. જે કામોથી કોઈ પ્રકારનો લાભ ન થતાં કેવળ પાપ જ ઉત્પન્ન થાય
છે તે અનર્થદંડ કહેવાય છે. અને તેના ત્યાગને અનર્થદંડવ્રત કહેવાય છે. જે વસ્તુ એક જ
વાર ભોગવવામાં આવે છે તે ભોગ કહેવાય છે
જેમ કે, ભોજનાદિ. તથા જે વસ્તુ એકવાર
ભોગવીને ફરીવાર પણ ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહેવાય છેજેમ કે વસ્ત્રાદિ. આ
ભોગ અને ઉપભોગરૂપ ઇન્દ્રિયવિષયોનું પ્રમાણ કરીને અધિકની ઇચ્છા ન કરવી, તેને
ભોગોપભોગપરિમાણ વ્રત કહે છે. આ ત્રણે વ્રત મૂળગુણોની વૃદ્ધિનાં કારણ છે, તેથી એમને
ગુણવ્રત કહેવામાં આવે છે. દેશાવકાશિક, સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર
અધિકાર૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૮૧