Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 25-26 (6. Upasak Sanskar).

< Previous Page   Next Page >


Page 182 of 378
PDF/HTML Page 208 of 404

 

background image
શિક્ષાવ્રત છે. દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની અંદર પણ કેટલાક સમય માટે કોઈ ઘર, ગામ અને
નગર આદિની મર્યાદા કરીને તેની અંદર જ રહેવાનો નિયમ કરવો તે દેશાવકાશિક વ્રત
કહેવાય છે. નિશ્ચિત સમય સુધી પાંચે પાપોનો પૂર્ણરૂપે ત્યાગ કરવો તેને સામાયિક કહે છે.
આ સામાયિક જિનચૈત્યાલયાદિ રૂપ કોઈ નિર્બાધ એકાન્ત સ્થાનમાં કરવામાં આવે છે.
સામાયિકમાં સ્થિર થઈને એમ વિચાર કરવો જોઈએ કે જે સંસારમાં રહું છું તે અશરણ
છે, અશુભ છે, અનિત્ય છે, દુઃખસ્વરૂપ છે તથા આત્મસ્વરૂપથી ભિન્ન છે. પરંતુ એનાથી
વિપરીત મોક્ષ શરણ છે, નિત્ય છે, નિરાકુળ સુખસ્વરૂપ છે અને આત્મસ્વરૂપથી અભિન્ન
છે; ઇત્યાદિ. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે અન્ન, પાન (દૂધ આદિ), ખાદ્ય (લાડુ
પેંડા
આદિ) અને લેહ્ય (ચાટવા યોગ્ય રાબડી આદિ) આ ચાર પ્રકારના આહારોનો પરિત્યાગ
કરવો; તેને પ્રોષધોપવાસ કહેવાય છે. પ્રોષધોપવાસ એ પદ પ્રોષધ અને ઉપવાસ, આ બે
શબ્દોના સમાસથી નિષ્પન્ન થયું છે. એમાં પ્રોષધ શબ્દનો અર્થ એકવાર ભોજન (એકાશન)
તથા ઉપવાસ શબ્દનો અર્થ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો એવો છે. અભિપ્રાય એ
છે કે એકાશનપૂર્વક જે ઉપવાસ કરવામાં આવે છે તે પ્રોષધોપવાસ કહેવાય છે. જેમ કે
જો અષ્ટમીનો પ્રોષધોપવાસ કરવો હોય તો સપ્તમી અને નવમીના દિવસે એકાશન તથા
અષ્ટમીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ રીતે પ્રોષધોપવાસમાં સોળપહોર માટે આહારનો
ત્યાગ કરવામાં આવે છે. પ્રોષધોપવાસના દિવસે પાંચ પાપ, સ્નાન, અલંકાર તથા સર્વ
પ્રકારનો આરંભ છોડીને ધ્યાન અધ્યયનાદિમાં જ સમય વીતાવવો જોઈએ. કોઈ પ્રત્યુપકાર
આદિની અભિલાષા ન રાખતાં જે મુનિ આદિ સત્પાત્રોને દાન આપવામાં આવે છે, તેને
વૈયાવૃત્ય કહે છે. આ વૈયાવૃત્યમાં દાન સિવાય સંયમી જનોની યથાયોગ્ય સેવા
શુશ્રુષા કરીને
તેમનું કષ્ટ પણ દૂર કરવું જોઈએ. કોઈ આચાર્યોના મત પ્રમાણે દેશાવકાશિક વ્રતનો ગુણવ્રતમાં
તથા ભોગોપભોગપરિમાણવ્રતનો શિક્ષાવ્રતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૪.
(अनुष्टुभ् )
पर्वस्वथ यथाशक्ति भुक्ति त्यागादिकं तपः
वस्त्रपूतं पिबेत्तोयं रात्रिभोजनवर्जनम् ।।२५।।
અનુવાદ : શ્રાવકે પર્વના દિવસો (આઠમ અને ચૌદશ આદિ) માં પોતાની
શક્તિ અનુસાર ભોજનના પરિત્યાગ આદિરૂપ (અનશનાદિ) તપ કરવા જોઈએ. એની
સાથોસાથ તેમણે રાત્રિભોજન છોડીને પાણી પણ વસ્ત્રથી ગાળેલું પીવું જોઈએ. ૨૫.
(अनुष्टुभ् )
तं देशं तं नरं तत्स्वं तत्कर्माणि च नाश्रयेत्
मलिनं दर्शनं येन येन च व्रतखण्डनम् ।।२६।।
૧૮૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ