અનુવાદ : જે દેશાદિના નિમિત્તે સમ્યગ્દર્શન મલિન થતું હોય અને
વ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, તે મનુષ્ય, તે દ્રવ્ય તથા તે ક્રિયાઓનો
પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૨૬.
(अनुष्टुभ् )
भोगोपभोगसंख्यानं विधेयं विधिवत्सदा ।
व्रतशून्या न कर्तव्या काचित् कालकला बुधैः ।।२७।।
અનુવાદ : વિદ્વાન મનુષ્યોએ નિયમાનુસાર સદા ભોગ અને ઉપભોગરૂપ
વસ્તુઓનું પ્રમાણ કરી લેવું જોઈએ. તેમનો થોડોક સમય પણ વ્રત રહિત ન જવો જોઈએ.
વિશેષાર્થ : જે વસ્તુ એક જ વાર ઉપયોગમાં આવતી હોય તેને ભોગ કહેવાય છે –
જેમ કે ભોજ્ય પદાર્થ અને માળા વગેરે. એનાથી ઉલ્ટું જે વસ્તુ અનેક વાર ઉપયોગમાં આવતી
હોય તે ઉપભોગ કહેવાય છે. – જેમ કે વસ્ત્ર આદિ. આ બન્નેય પ્રકારના પદાર્થોનું પ્રમાણ કરીને
શ્રાવકે તેનાથી અધિકની ઇચ્છા ન કરવી જોઈએ. ૨૭.
(अनुष्टुभ् )
रत्नत्रयाश्रयः कार्यस्तथा भव्यैरतन्द्रितैः ।
जन्मान्तरे ऽपि तच्छ्रद्धा यथा संवर्धते तराम् ।।२८।।
અનુવાદ : ભવ્ય જીવોએ આળસ છોડીને રત્નત્રયનો આશ્રય એ રીતે
કરવો જોઈએ કે જે રીતે તેમનું ઉક્ત રત્નત્રયવિષયક શ્રદ્ધાન (દ્રઢતા) બીજા
જન્મમાં પણ અતિશય વૃદ્ધિ પામતું રહે. ૨૮.
(अनुष्टुभ् )
विनयश्च यथायोग्यं कर्तव्यः परमेष्ठिषु ।
द्रष्टिबोधचरित्रेषु तद्वत्सु समयाश्रितैः ।।२९।।
અનુવાદ : એ ઉપરાંત શ્રાવકોએ જિનાગમના આશ્રિત થઈને અર્હદાદિ પાંચ
પરમેષ્ઠી, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર તથા આ સમ્યગ્દર્શનાદિ ધારણ
કરનાર જીવોનો પણ યથાયોગ્ય વિનય કરવો જોઈએ. ૨૯.
(अनुष्टुभ् )
दर्शनज्ञानचारित्रतपःप्रभृति सिध्यति ।
विनयेनेति तं तेन मोक्षद्वारं प्रचक्षते ।।३०।।
અધિકાર – ૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૮૩