અનુવાદ : તે વિનય દ્વારા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને તપ
આદિની સિદ્ધિ થાય છે તેથી જ તેને મોક્ષનું દ્વાર કહેવાય છે. ૩૦.
(अनुष्टुभ् )
सत्पात्रेषु यथाशक्ति दानं देयं गृहस्थितैः ।
दानहीना भवेत्तेषां निष्फलैव गृहस्थता ।।३१।।
અનુવાદ : ગૃહમાં સ્થિત રહેનાર શ્રાવકોએ શક્તિ પ્રમાણે ઉત્તમ પાત્રોને
દાન આપવું જોઈએ કેમ કે દાન વિના તેમનો ગૃહસ્થાશ્રમ (શ્રાવકપણું) નિષ્ફળ જ
થાય છે. ૩૧.
(अनुष्टुभ् )
दानं ये न प्रयच्छन्ति निर्ग्रन्थेषु चतुर्विधम् ।
पाशा एव गृहास्तेषां बन्धनायैव निर्मिताः ।।३२।।
અનુવાદ : જે ગૃહસ્થ દિગંબર મુનિઓને ચાર પ્રકારનું દાન આપતા નથી
તેમને બંધનમાં રાખવા માટે તે ઘર જાણે જાળ જ બનાવવામાં આવી છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે શ્રાવક ઘરમાં રહીને અસિ – મષિ આદિરૂપ કર્મો
કરે છે તેમનાથી તેને અનેક પ્રકારના પાપકર્મનો સંચય થાય છે. તેનાથી છૂટકારો મેળવવાનો
ઉપાય કેવળ દાન છે. તેથી જો તે પાત્રદાન કરે નહિ તો પછી તે ઉક્ત સંચિત પાપદ્વારા
સંસારમાં જ પરિભ્રમણ કરવાનો છે. આ રીતે ઉક્ત દાનહીન શ્રાવકને માટે તે બંધનના જ
કારણ બની જાય છે. ૩૨.
(अनुष्टुभ् )
अभयाहारभैषज्यशास्त्रदाने हि यत्कृते ।
ऋषीणां जायते सौख्यं गृही श्लाध्यः कथं न सः ।।३३।।
અનુવાદ : જેના દ્વારા અભય, આહાર, ઔષધ અને શાસ્ત્રનું દાન
આપવાથી મુનિઓને સુખ ઉત્પન્ન થાય છે તે ગૃહસ્થ કેમ પ્રશંસાને યોગ્ય ન
હોય? અવશ્ય હોય. ૩૩.
(अनुष्टुभ् )
समर्थोऽपि न यो दद्याद्यतीनां दानमादरात् ।
छिनत्ति स स्वयं मूढः परत्र सुखमात्मनः ।।३४।।
૧૮૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ