અનુવાદ : જે મનુષ્ય દાન દેવા યોગ્ય હોવા છતાં પણ મુનિઓને ભક્તિપૂર્વક
દાન દેતો નથી તે મૂર્ખ પરલોકમાં પોતાના સુખને પોતે જ નષ્ટ કરે છે. ૩૪.
(अनुष्टुभ् )
द्रषन्नावसमो ज्ञेयो दानहीनो गृहाश्रमः ।
तदारूढो भवाम्भौधौ मज्जत्येव न संशयः ।।३५।।
અનુવાદ : દાનરહિત ગૃહસ્થાશ્રમને પથ્થરની નાવ સમાન સમજવો જોઈએ.
તે ગૃહસ્થાશ્રમરૂપી પથ્થરની નાવ ઉપર બેઠેલો મનુષ્ય સંસારરૂપી સમુદ્રમાં ડૂબે જ
છે, એમાં સંદેહ નથી. ૩૫.
(अनुष्टुभ् )
समयस्थेषु वात्सल्यं स्वशक्त्या ये न कुर्वते ।
बहुपापावृतात्मानस्ते धर्मस्य पराङ्मुखाः ।।३६।।
અનુવાદ : જે ગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર સાધર્મી જનો પ્રત્યે પ્રેમ રાખતા
નથી તે ધર્મથી વિમુખ થઈને પોતાને ઘણા પાપથી આચ્છાદિત કરે છે. ૩૬.
(अनुष्टुभ् )
येषां जिनोपदेशेन कारुण्यामृतपूरिते ।
चित्ते जीवदया नास्ति तेषां धर्मः कुतो भवेत् ।।३७।।
અનુવાદ : જિન ભગવાનના ઉપદેશથી દયાળુતારૂપ અમૃતથી પરિપૂર્ણ જે
શ્રાવકોના હૃદયમાં પ્રાણીદયા ઉત્પન્ન થતી નથી તેમને ધર્મ ક્યાંથી હોઈ શકે? અર્થાત્
હોઈ શકે નહિ.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જે ગૃહસ્થોનું હૃદય જિનાગમનો અભ્યાસ કરવાને
કારણે દયાથી ભીંજાઈ ગયું છે તે જ ગૃહસ્થ વાસ્તવમાં ધર્માત્મા છે. પરંતુ એનાથી વિપરીત જેમનું
ચિત્ત દયાથી ભીંજાયું નથી તેઓ કદી પણ ધર્માત્મા હોઈ શકે નહિ. કારણ કે ધર્મનું મૂળ તો તે
દયા જ છે. ૩૭.
(अनुष्टुभ् )
मूलं धर्मतरोराद्या व्रतानां धाम संपदाम् ।
गुणानां निधिरित्यङ्गिदया कार्या विवेकिभिः ।।३८।।
અધિકાર – ૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૮૫