અનુવાદ : પ્રાણીદયા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, વ્રતોમાં મુખ્ય છે. સંપત્તિઓનું
સ્થાન છે અને ગુણોનો ભંડાર છે. તેથી વિવેકીજનોએ તે અવશય કરવી જોઈએ. ૩૮.
(अनुष्टुभ् )
सर्वे जीवदयाधारा गुणास्तिष्ठन्ति मानुषे ।
सूत्राधाराः प्रसूनानां हाराणां च सरा इव ।।३९।।
અનુવાદ : મનુષ્યમાં બધા જ ગુણ જેમ પુષ્પોની હાર દોરાના આધારે રહે
છે તેમ જીવદયાના આશ્રયે રહે છે.
વિશેષાર્થ : જેમ ફૂલના હારની પંક્તિઓ દોરાના આશ્રયે સ્થિર રહે છે તેવી જ રીતે
બધા ગુણોનો સમૂહ પ્રાણીદયાના આશ્રયે સ્થિર રહે છે જો માળાની વચ્ચેનો દોરો તૂટી જાય છે
તો જેમ તેના બધા ફૂલ વિખરાઈ જાય છે તેવી જ રીતે નિર્દય મનુષ્યના તે બધા ગુણ પણ દયાના
અભાવમાં વિખરાઈ જાય છે – નષ્ટ થઈ જાય છે. માટે સમ્યગ્દર્શનાદિ ગુણોના અભિલાષી શ્રાવકે
પ્રાણીઓના વિષયમાં દયાળુ અવશ્ય થવું જોઈએ. ૩૯.
(अनुष्टुभ् )
यतीनां श्रावकाणां च व्रतानि सकलान्यपि ।
एकाहिंसाप्रसिद्धयर्थं कथितानि जिनेश्वरैः ।।४०।।
અનુવાદ : જિનેન્દ્રદેવે મુનિઓ અને શ્રાવકોના બધા જ વ્રત એક માત્ર
અહિંસા ધર્મની જ સિદ્ધિ માટે બતાવ્યા છે. ૪૦.
(अनुष्टुभ् )
जीवहिंसादिसंकल्पैरात्मन्यपि हि दूषिते ।
पापं भवति जीवस्य न परं परपीडनात् ।।४१।।
અનુવાદ : જીવને કેવળ બીજા પ્રાણીઓને કષ્ટ દેવાથી જ પાપ નથી થતું,
પણ પ્રાણીની હિંસા આદિના વિચાર માત્રથી પણ આત્મા દૂષિત થતાં તે પાપ થાય
છે. ૪૧.
(अनुष्टुभ् )
द्वादशापि सदा चिन्त्या अनुप्रेक्षा महात्मभिः ।
तद्भावना भवत्येव कर्मणः क्षयकारणम् ।।४२।।
૧૮૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ