અનુવાદ : મહાત્મા પુરુષોએ નિરંતર બારેય અનુપ્રેક્ષાઓનું ચિન્તન કરવું
જોઈએ. કારણ એ છે કે તેમની ભાવના (ચિન્તન) કર્મના ક્ષયનું કારણ થાય છે. ૪૨.
(अनुष्टुभ् )
अध्रुवाशरणे चैव भव एकत्वमेव च ।
अन्यत्वमशुचित्वं च तथैवास्रवसंवरौ ।।४३।।
निर्जरा च तथा लोको बोधि दुर्लभधर्मता ।
द्वादशैता अनुप्रेक्षा भाषिता जिनपुङ्गवैः ।।४४।।
અનુવાદ : અધ્રુવ અર્થાત્ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ,
અશુચિત્વ, તેવી જ રીતે આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ આ
જિનેન્દ્ર ભગવાન દ્વારા બાર અનુપ્રેક્ષાઓ કહેવામાં આવી છે. ૪૩ – ૪૪.
(अनुष्टुभ् )
अध्रुवाणि समस्तानि शरीरादीनि देहिनाम् ।
तन्नाशे ऽपि न कर्तव्यः शोको दुष्कर्मकारणम् ।।४५।।
અનુવાદ : પ્રાણીઓનાં શરીર આદિ બધું જ નશ્વર છે. તેથી ઉક્ત શરીર
આદિનો નાશ થવા છતાં પણ શોક ન કરવો જોઈએ કારણ કે શોક પાપબંધનું કારણ
છે. આ રીતે વારંવાર વિચાર કરવાનું નામ અનિત્ય ભાવના છે. ૪૫.
(अनुष्टुभ् )
व्याघ्रेणाघ्रातकायस्य मृगशावस्य निर्जने ।
यथा न शरणं जन्तोः संसारे न तथापदि ।।४६।।
અનુવાદ : જેમ નિર્જન વનમાં સિંહ દ્વારા પકડવામાં આવેલ મૃગના
બચ્ચાની રક્ષા કરનાર કોઈ નથી, તેવી જ રીતે આપત્તિ (મરણ આદિ) પ્રાપ્ત થતાં
તેનાથી જીવનું રક્ષણ કરનાર પણ સંસારમાં કોઈ નથી. આ રીતે વિચાર કરવો તેને
અશરણભાવના કહેવામાં આવે છે. ૪૬.
(अनुष्टुभ् )
यत्सुखं तत्सुखाभासं यद्दुःखं तत्सदाञ्जसा ।
भवे लोकाः सुख सत्यं मोक्ष एव स साध्यताम् ।।४७।।
અધિકાર – ૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૮૭