Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 48-51 (6. Upasak Sanskar).

< Previous Page   Next Page >


Page 188 of 378
PDF/HTML Page 214 of 404

 

background image
અનુવાદ : સંસારમાં જે સુખ છે તે સુખનો આભાસ છેયથાર્થ સુખ
નથી, પરંતુ જે દુઃખ છે તે વાસ્તવિક છે અને સદા રહેનાર છે. સાચું સુખ
મોક્ષમાં જ છે. તેથી હે ભવ્યજનો! તેને જ સિદ્ધ કરવું જોઈએ. આ રીતે
સંસારના સ્વરૂપનું ચિંતન કરવું, એ સંસારભાવના છે. ૪૭.
(अनुष्टुभ् )
स्वजनो वा परो वापि नो कश्चित्परमार्थतः
केवलं स्वार्जितं कर्म जीवेनैकेन भुज्यते ।।४८।।
અનુવાદ : કોઈ પણ પ્રાણી વાસ્તવમાં ન તો સ્વજન (સ્વકીય માતા-પિતા આદિ)
છે અને ન પર પણ છે. જીવ દ્વારા જે કર્મ બાંધવામાં આવ્યું છે તેને જ કેવળ તે એકલો
ભોગવે છે. આ રીતે વારંવાર વિચાર કરવો, તેને એકત્વભાવના કહે છે. ૪૮.
(अनुष्टुभ् )
क्षीरनीरवदेकत्र स्थितयोर्देहदेहिनोः
भेदो यदि ततोऽन्येषु कलत्रादिषु का कथा ।।४९।।
અનુવાદ : જો દૂધ અને પાણીની સમાન એક જ સ્થાનમાં રહેનાર શરીર અને
જીવમાં પણ ભેદ હોય તો પ્રત્યક્ષ જ પોતાનાથી ભિન્ન દેખાતા સ્ત્રી-પુત્ર આદિના વિષયમાં
ભલા શું કહેવું? અર્થાત્ તેઓ તો જીવથી ભિન્ન છે જ. આ રીતે વિચાર કરવો તેનું
નામ અન્યત્વભાવના છે. ૪૯.
(अनुष्टुभ् )
तथाशुचिरयं कायः कृमिधातुमलान्वितः
यथा तस्यैव संपर्कादन्यत्राप्यपवित्रता ।।५०।।
અનુવાદ : ક્ષુદ્ર જંતુ, રસરુધિરાદિ ધાતુઓ તથા મળસંયુક્ત આ શરીર એવું
અપવિત્ર છે કે તેના જ સંબંધથી બીજી (પુષ્પમાળા આદિ) વસ્તુઓ પણ અપવિત્ર
થઈ જાય છે. આ રીતે શરીરના સ્વરૂપનો વિચાર કરવો, એ અશુચિભાવના છે. ૫૦.
(अनुष्टुभ् )
जीवपोतो भवाम्भोधौ मिथ्यात्वादिकरन्ध्रवान्
आस्रवति विनाशार्थं कर्माम्भः सुचिरं भ्रमात् ।।५१।।
૧૮૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ