અનુવાદ : સંસારરૂપી સમુદ્રમાં મિથ્યાત્વાદિરૂપ છેદોથી સંયુક્ત જીવરૂપી નાવ
ભ્રમ (અજ્ઞાન અને પરિભ્રમણ)ના કારણે ઘણા કાળથી આત્મવિનાશ માટે કર્મરૂપી
જળનું ગ્રહણ કરે છે.
વિશેષાર્થ : જેમ છિદ્રયુક્ત નાવ પરિભ્રમણ કરીને છિદ્રદ્વારા જળનું ગ્રહણ કરતી થકી
અંતે સમુદ્રમાં ડૂબીને પોતાને નષ્ટ કરે છે તેવી જ રીતે આ જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરતો
થકો મિથ્યાત્વાદિ દ્વારા કર્મોનો આસ્રવ કરીને આ જ દુઃખમય સંસારમાં ફર્યા કરે છે. તાત્પર્ય એ
છે કે દુઃખનું કારણ આ કર્મોનો આસ્રવ જ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ જાતના વિચારનું
નામ આસ્રવભાવના છે. ૫૧.
(अनुष्टुभ् )
कर्मास्रवनिरोधोऽत्र संवरो भवति ध्रुवम् ।
साक्षादेतदनुष्ठान मनोवाक्कायसंवृतिः ।।५२।।
અનુવાદ : કર્મોના આસ્રવને રોકવો, તે નિશ્ચયથી સંવર કહેવાય છે. આ
સંવરનું સાચું અનુષ્ઠાન મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી તે જ છે.
વિશેષાર્થ : જે મિથ્યાત્વ અને અવિરતિ આદિ પરિણામો દ્વારા કર્મ આવે છે તેમને
આસ્રવ તથા તેમના નિરોધને સંવર કહેવામાં આવે છે. આસ્રવ જો સંસારનું કારણ છે તો સંવર
મોક્ષનું કારણ છે. તેથી આસ્રવ હેય અને સંવર ઉપાદેય છે. આ રીતે સંવરના સ્વરૂપનો વિચાર
કરવો, એ સંવરભાવના કહેવાય છે. ૫૨.
(अनुष्टुभ् )
निर्जरा शातनं प्रोक्ता पूर्वोपार्जितकर्मणाम्ः ।
तपोभिर्बहुभिः सा स्याद्वैराग्याश्रित चेष्टितैः ।।५३।।
અનુવાદ : પૂર્વોપાર્જિત કર્મો ધીરે ધીરે નષ્ટ કરવા, તે નિર્જરા કહેવાય છે,
તે વૈરાગ્યના આલંબનથી પ્રવર્તતા ઘણા તપ દ્વારા થાય છે. આ રીતે નિર્જરાના
સ્વરૂપનો વિચાર કરવો, એ નિર્જરા ભાવના છે. ૫૩.
(अनुष्टुभ् )
लोकः सर्वोऽपि सर्वत्र सापायस्थितिरध्रुवः ।
दुःखकारीति कर्तव्या मोक्ष एव मतिः सताम् ।।५४।।
અનુવાદ : આ બધો લોક સર્વત્ર વિનાશયુક્ત સ્થિતિ સહિત, અનિત્ય અને
અધિકાર – ૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૮૯