દુઃખદાયી છે. તેથી વિવેકી જીવોએ પોતાની બુદ્ધિ મોક્ષના વિષયમાં જ લગાવવી
જોઈએ.
વિશેષાર્થ : આ ચૌદ રાજુ ઊંચો લોક અનાદિનિધન છે, એનો કોઈ કર્તા હર્તા નથી.
જીવ પોતાના કર્મ અનુસાર આ લોકમાં પરિભ્રમણ કરતો થકો કોઈ વાર નારકી, કોઈ વાર તિર્યંચ,
કોઈ વાર દેવ અને કોઈ વાર મનુષ્ય થાય છે. આમાં પરિભ્રમણ કરતા જીવને કદી નિરાકુળ સુખ
પ્રાપ્ત થતું નથી. તે નિરાકુળ સુખ મોક્ષ પ્રાપ્ત થતાં જ ઉત્પન્ન થાય છે તેથી વિવેકી જીવે ઉક્ત
મોક્ષની પ્રાપ્તિનો જ પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે લોકના સ્વભાવનો વિચાર કરવો, એ
લોકભાવના કહેવાય છે. ૫૪.
(अनुष्टुभ् )
रत्नत्रयपरिप्राप्तिर्बोधिः सातीव दुर्लभा ।
लब्धा कथं कथंचिच्चेत् कार्यो यत्नो महानिह ।।५५।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ રત્નત્રયની
પ્રાપ્તિનું નામ બોધિ છે. તે અત્યંત દુર્લભ છે. જો તે કોઈ પણ ઉપાયે પ્રાપ્ત થઈ
જાય તો પછી તેના વિષયમાં મહાન પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે રત્નત્રયસ્વરૂપ
બોધિની પ્રાપ્તિની દુર્લભતાનો વિચાર કરવો, એ બોધિદુર્લભભાવના છે. ૫૫.
(अनुष्टुभ् )
जिनधर्मोऽयमत्यन्तं दुर्लभो भविनां मतः ।
तथा ग्राह्यो यथा साक्षादामोक्षं सह गच्छति ।।५६।।
અનુવાદ : સંસારી પ્રાણીઓને માટે આ જૈનધર્મ અત્યંત દુર્લભ માનવામાં
આવ્યો છે. ઉક્ત ધર્મને એ રીતે ગ્રહણ કરવો જોઈએ કે જેથી તે સાક્ષાત્ મોક્ષ
પ્રાપ્ત થતાં સુધી સાથે જ આવે. ૫૬.
(अनुष्टुभ् )
दुःखग्राहगणाकीर्णे संसारक्षारसागरे ।
धर्मपोतं परं प्राहुस्तारणार्थं मनीषिणः ।।५७।।
અનુવાદ : વિદ્વાન્ પુરુષો દુઃખરૂપી હિંસક જળજંતુઓના સમૂહથી વ્યાપ્ત આ
સંસારરૂપી ખારા સમુદ્રમાં તેનાથી પાર થવા માટે ધર્મરૂપી નૌકાને ઉત્કૃષ્ટ બતાવે છે.
૧૯૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ