Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 58-61 (6. Upasak Sanskar).

< Previous Page   Next Page >


Page 191 of 378
PDF/HTML Page 217 of 404

 

background image
આ રીતે ધર્મના સ્વરૂપનો વિચાર કરવો તેને ધર્મભાવના કહેવામાં આવે છે. ૫૭.
(अनुष्टुभ् )
अनुप्रेक्षा इमाः सद्भिः सर्वदा हृदये धृताः
कुर्वते तत्परं पुण्यं हेतुर्यत्स्वर्गमोक्षयोः ।।५८।।
અનુવાદ : સજ્જનો દ્વારા સદા હૃદયમાં ધારણ કરવામાં આવતી આ બાર
અનુપ્રેક્ષાઓ તે ઉત્કૃષ્ટ પુણ્ય ઉત્પન્ન કરે છે કે જે સ્વર્ગ અને મોક્ષનું કારણ થાય
છે. ૫૮.
(अनुष्टुभ् )
आद्योत्तमक्षमा यत्र यो धर्मो दशभेदभाक्
श्रावकैरपि सेव्योऽसौ यथाशक्ति यथागमम् ।।५९।।
અનુવાદ : જે ધર્મમાં ઉત્તમ ક્ષમા સૌથી પહેલા છે તથા જે દસ ભેદોથી
સંયુક્ત છે, તે ધર્મનું સેવન શ્રાવકોએ પણ પોતાની શક્તિ અને આગમ અનુસાર કરવું
જોઈએ. ૫૯.
(अनुष्टुभ् )
अन्तस्तत्त्वं विशुद्धात्मा बहिस्तत्त्वं दयाङ्गिषु
द्वयोः सन्मीलने मोक्षस्तस्माद् द्वितयमाश्रयेत् ।।६०।।
અનુવાદ : અભ્યંતર તત્ત્વ કર્મકલંક રહિત વિશુદ્ધ આત્મા અને બાહ્ય તત્ત્વ
પ્રાણીઓ પ્રત્યે દયાભાવ છે. આ બન્ને મળતાં મોક્ષ થાય છે. તેથી તે બન્નેનો આશ્રય
કરવો જોઈએ. ૬૦.
(अनुष्टुभ् )
कर्मभ्यः कर्मकार्येभ्यः पृथग्भूतं चिदात्मकम्
आत्मानं भावयेन्नित्यं नित्यानन्दपदप्रदम् ।।६१।।
અનુવાદ : જે ચૈતન્યસ્વરૂપ આત્મા કર્મો તથા તેના કાર્યભૂત રાગાદિ વિભાવો
અને શરીર આદિથી ભિન્ન છે તે શાશ્વતિક આનંદસ્વરૂપ પદનો અર્થાત્ મોક્ષને
આપનાર આત્માનો સદા વિચાર કરવો જોઈએ. ૬૧.
અધિકાર૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૯૧