Padmanandi Panchvinshati (Gujarati). 7. Deshvratodhyotan Shlok: 1-2 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 193 of 378
PDF/HTML Page 219 of 404

 

background image
૭. દેશવ્રતઉદ્યોતન
[ ७. देशव्रतोद्द्योतनम् ]
(शार्दूलविक्रीडित)
बाह्याभ्यन्तरसंगवर्जनतया ध्यानेन शुक्लेन यः
कृत्वा कर्मचतुष्टयक्षयमगात् सर्वज्ञतां निश्चितम्
तेनोक्तानि वचांसि धर्मकथने सत्यानि नान्यानि तत्
भ्राम्यत्यत्र मतिस्तु यस्य स महापापी न भव्योऽथवा
।।।।
અનુવાદ : જે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ છોડીને તથા શુક્લ ધ્યાન દ્વારા
ચાર ઘાતી કર્મોનો નાશ કરીને નિશ્ચયથી સર્વજ્ઞતાને પ્રાપ્ત થયા છે તેમના દ્વારા ધર્મના
વ્યાખ્યાનમાં કહેવામાં આવેલા વચનો સત્ય છે, એનાથી ભિન્ન રાગ-દ્વેષથી દૂષિત
હૃદયવાળા કોઈ અલ્પજ્ઞના વચનો સત્ય નથી. તેથી જે જીવની બુદ્ધિ ઉક્ત સર્વજ્ઞના
વચનોમાં ભ્રમને પ્રાપ્ત થાય છે તે અતિશય પાપી છે, અથવા તે ભવ્ય જ નથી. ૧.
(शार्दूलविक्रीडित)
एको ऽप्यत्र करोति यः स्थितिमतिप्रीतः शुचौ दर्शने
स श्लाघ्यः खलु दुःखितो ऽप्युदयतो दुष्कर्मणः प्राणभृत्
अन्यैः किं प्रचुरैरपि प्रमुदितैरत्यन्तदूरीकृत-
स्फीतानन्दभरप्रदामृतपथैर्मिथ्यापथे प्रस्थितैः
।।।।
અનુવાદ : જે એક પણ ભવ્ય પ્રાણી અત્યંત પ્રસન્નતાથી અહીં નિર્મળ
સમ્યગ્દર્શનના વિષયમાં સ્થિતિ કરે છે તે પાપકર્મના ઉદયથી દુઃખી હોવા છતાં
પણ નિશ્ચયથી પ્રશંસનીય છે. એનાથી ઉલ્ટું જે મિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થઈને મહાન
સુખનું પ્રદાન કરનાર મોક્ષના માર્ગથી બહુ દૂર છે તે જો સંખ્યામાં અધિક અને
સુખી પણ હોય તોપણ તેમનાથી કાંઈ પ્રયોજન નથી. ૨.
૧૯૩