વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જો નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવ એક પણ હોય
તો તે પ્રશંસા યોગ્ય છે. પરંતુ મિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થયેલા પ્રાણી સંખ્યામાં જો અધિક હોય
તો પણ તે પ્રશંસનીય નથી – નિન્દનીય જ છે. નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવનું પાપકર્મના ઉદયથી
વર્તમાનમાં દુઃખી રહેવું એટલું હાનિકારક નથી જેટલું મિથ્યાદ્રષ્ટિ જીવનું પુણ્યકર્મના ઉદયથી
વર્તમાનમાં સુખમાં સ્થિત રહેવાનું હાનિકારક છે. ૨.
(शार्दूलविक्रीडित)
बीजं मोक्षतरोद्रर्शं भवतरोर्मिथ्यात्वमाहुर्जिनाः
प्राप्तायां द्रशि तन्मुमुक्षुभिरलं यत्नो विधेयो बुधैः ।
संसारे बहुयोनिजालजटिले भ्राम्यन् कुकर्मावृतः
क्व प्राणी लभते महत्यपि गते काले हितां तामिह ।।३।।
અનુવાદ : જિન ભગવાન્ સમ્યગ્દર્શનને મોક્ષરૂપી વૃક્ષનું બીજ તથા
મિથ્યાદર્શનને સંસારરૂપી વૃક્ષનું બીજ બતાવે છે. તેથી તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં
મોક્ષાભિલાષી વિદ્વાનોએ તેના સંરક્ષણ આદિના વિષયમાં મહાન્ પ્રયત્ન કરવો
જોઈએ. કારણ એ છે કે પાપકર્મથી આછન્ન થઈને ઘણી (ચોરાસી લાખ)
યોનિઓના સમૂહથી જટિલ આ સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રાણી દીર્ઘ કાળ
વીતવા છતાં પણ હિતકારક તે સમ્યગ્દર્શન ક્યાં પ્રાપ્ત કરી શકે છે? અર્થાત્
પ્રાપ્ત કરી શકતો નથી. ૩.
(शार्दूलविक्रीडित)
सम्प्राप्ते ऽत्र भवे कथं कथमपि द्राधीयसानेहसा
मानुष्ये शुचिदर्शने च महता कार्यं तपो मोक्षदम् ।
नो चेल्लोकनिषेधतो ऽथ महतो मोहादशक्तेरथो
सम्पद्येत न तत्तदा गृहवतां षट्कर्मयोग्यं व्रतम् ।।४।।
અનુવાદ : અહીં સંસારમાં જો કોઈ પ્રકારે અતિશય દીર્ઘકાળમાં મનુષ્યભવ
અને નિર્મળ સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ ગયું હોય તો પછી મહાપુરુષે મોક્ષદાયક તપનું
આચરણ કરવું જોઈએ. પરંતુ જો કુટુંબીજન વગેરેના રોકવાથી, મહામોહથી અથવા
અશક્તિના કારણે તે તપશ્ચચરણ કરી ન શકાય તો પછી ગૃહસ્થ શ્રાવકોના છ આવશ્યક
૧૯૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ