(દેવપૂજા વગેરે) ક્રિયાઓને યોગ્ય વ્રતનું પરિપાલન તો કરવું જ જોઈએ. ૪.
(शार्दूलविक्रीडित)
द्रङ्मूलव्रतमष्टधा तदनु च स्यात्पञ्चधाणुव्रतं
शीलाख्यं च गुणव्रतत्रयमतः शिक्षाश्चतस्रः पराः ।
रात्रौ भोजनवर्जनं शुचिपटात् पेयं पयः शक्ति तो
मौनादिव्रतमप्यनुष्ठितमिदं पुण्याय भव्यात्मनाम् ।।५।।
અનુવાદ : સમ્યગ્દર્શનની સાથે આઠ મૂળગુણ, ત્યાર પછી પાંચ અણુવ્રત અને
ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એ રીતે આ સાત શીલવ્રત, રાત્રે ભોજનનો
પરિત્યાગ, પવિત્ર વસ્ત્રથી ગાળેલા પાણીનું પીવું, તથા શક્તિ અનુસાર મૌનવ્રત આદિ;
આ બધું આચરણ ભવ્ય જીવોને પુણ્યનું કારણ થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
हन्ति स्थावरदेहिनः स्वविषये सर्वांस्त्रसान् रक्षति
ब्रूते सत्यमचौर्यवृत्तिमबलां शुद्धां निजां सेवते ।
दिग्देशव्रतदण्डवर्जनमतः सामायिकं प्रोषधं
दानं भोगयुगप्रमाणमुररीकुर्याद्गृहीति व्रती ।।६।।
અનુવાદ : વ્રતી શ્રાવક પોતાના પ્રયોજનના વશે સ્થાવર પ્રાણીઓનો ઘાત
કરતો હોવા છતાં પણ સર્વ ત્રસ જીવોની રક્ષા કરે છે, સત્ય વચન બોલે છે, ચૌર્યવૃત્તિ
(ચોરી)નો પરિત્યાગ કરે છે, શુદ્ધ પોતાની જ સ્ત્રીનું સેવન કરે છે, દિગ્વ્રત અને
દેશવ્રતનું પાલન કરે છે; અનર્થદંડ (પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને
પ્રમાદચર્યા )નો પરિત્યાગ કરે છે; તથા સામાયિક, પ્રૌષધોપવાસ, દાન (અતિથિ
સંવિભાગ) અને ભોગોપભોગ પરિમાણનો સ્વીકાર કરે છે. ૬.
(शार्दूलविक्रीडित)
देवाराधनपूजनादिबहुषु व्यापारकार्येषु सत्-
पुण्योपार्जनहेतुषु प्रतिदिनं संजायमानेष्वपि ।
संसारार्णवतारणे प्रवहणं सत्पात्रमुद्दिश्य यत्
तद्देशव्रतधारिणो धनवतो दानं प्रकृष्टो गुणः ।।७।।
અધિકાર – ૭ઃ દેશવ્રતઉદ્યોતન ]૧૯૫