Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8-9 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 196 of 378
PDF/HTML Page 222 of 404

 

background image
અનુવાદ : દેશવ્રતી ધનવાન શ્રાવકને પ્રતિદિન ઉત્તમ પુણ્યોપાર્જનના
કારણભૂત દેવારાધના અનેક જિનપૂજનાદિરૂપ અનેક કાર્યો હોવા છતાં પણ સંસારરૂપી
સમુદ્ર પાર થવામાં નૌકાનું કામ કરનાર જે સત્પાત્રદાન છે તે તેનો મહાન ગુણ છે.
અભિપ્રાય એ છે કે શ્રાવકના સમસ્ત કાર્યોમાં મુખ્ય કાર્ય સત્પાત્રદાન છે. ૭.
(शार्दूलविक्रीडित)
सर्वो वाञ्छनि सौख्यमेव तनुभृत्तन्मोक्ष एव स्फु टं
द्रष्टयादित्रय एव सिध्यति स तन्निर्ग्रन्थ एव स्थितम्
तद्वृत्तिर्वपुषो ऽस्य वृत्तिरशनात्तद्दीयते श्रावकैः
काले क्लिष्टतरे ऽपि मोक्षपदवी प्रायस्ततो वर्तते
।।।।
અનુવાદ : સર્વ પ્રાણી સુખની જ ઇચ્છા કરે છે, તે સુખ સ્પષ્ટપણે મોક્ષમાં
જ છે, તે મોક્ષ સમ્યગ્દર્શનાદિસ્વરૂપ રત્નત્રય થતાં જ સિદ્ધ થાય છે, તે રત્નત્રય
દિગંબર સાધુને જ હોય છે, ઉક્ત સાધુની સ્થિતિ શરીરના નિમિત્તે હોય છે, તે
શરીરની સ્થિતિ ભોજનના નિમિત્તે હોય છે અને તે ભોજન શ્રાવકો દ્વારા આપવામાં
આવે છે. આ રીતે આ અતિશય ક્લેશયુક્ત કાળમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ ઘણું
કરીને તે શ્રાવકોના નિમિત્તે જ થઈ રહી છે. ૮.
(शार्दूलविक्रीडित)
स्वेच्छाहारविहारजल्पनतया नीरुग्वपुर्जायते
साधूनां तु न सा ततस्तदपटु प्रायेण संभाव्यते
कुर्यादौषधपथ्यवारिभिरिदं चारित्रभारक्षमं
यत्तस्मादिह वर्तते प्रशमिनां धर्मो गृहस्थोत्तमात्
।।।।
અનુવાદ : શરીર ઇચ્છાનુસાર ભોજન, ગમન અને સંભાષણથી નીરોગ રહે
છે. પરંતુ આ પ્રકારની ઇચ્છાનુસાર પ્રવૃત્તિ સાધુઓને સંભવ નથી. તેથી તેમનું શરીર
ઘણું કરીને અસ્વસ્થ થઈ જાય છે. આવી દશામાં શ્રાવક તે શરીરને ઔષધ, પથ્ય
ભોજન અને જળ દ્વારા વ્રત પરિપાલનને યોગ્ય કરે છે તેથી જ અહીં તે મુનિઓનો
ધર્મ ઉત્તમ શ્રાવકના નિમિત્તે જ ચાલે છે. ૯.
૧૯૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ