Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 10-11 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 197 of 378
PDF/HTML Page 223 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
व्याख्या पुस्तकदानमुन्नतधियां पाठाय भव्यात्मनां
भक्त्या यत्क्रियते श्रुताश्रयमिदं दानं तदाहुर्बुधाः
सिद्धे ऽस्मिन् जननान्तरेषु कतिषु त्रैलोक्यलोकोत्सव-
श्रीकारिप्रकटीकृताखिलजगत्कैवल्यभाजो जनाः
।।१०।।
અનુવાદ : ઉન્નત બુદ્ધિના ધારક ભવ્ય જીવોને વાંચવા માટે ભક્તિથી જે
પુસ્તકનું દાન આપવામાં આવે છે અથવા તેમને તત્ત્વનું વ્યાખ્યાન આપવામાં આવે
છે, તેને વિદ્વાનો શ્રુતદાન (જ્ઞાનદાન) કહે છે. આ જ્ઞાનદાન સિદ્ધ થતાં થોડા જ
ભવોમાં મનુષ્ય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે જેના વડે સમસ્ત વિશ્વ સાક્ષાત્ દેખાય
છે અને જે પ્રગટ થતાં ત્રણે લોકના પ્રાણી ઉત્સવની શોભા કરે છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
सर्वेषामभयं प्रवृद्धकरुणैर्यद्दीयते प्राणिनां
दानं स्यादभयादि तेन रहितं दानत्रयं निष्फलम्
आहारौषधशास्त्रदानविधिभिः क्षुद्रोगजाडयाद्भयं
यत्तत्पात्रजने विनश्यति ततो दानं तदेकं परम्
।।११।।
અનુવાદ : દયાળુ પુરુષો દ્વારા જે સર્વ પ્રાણીઓને અભય આપવામાં
આવે છે અર્થાત્ તેમનો ભય દૂર કરવામાં આવે છે તે અભયદાન કહેવાય છે.
તેનાથી રહિત બાકીના ત્રણ પ્રકારના દાન વ્યર્થ જાય છે. આહાર, ઔષધ અને
શાસ્ત્રદાનની વિધિથી પાત્રજીવોનો ક્રમે ક્ષુધાનો ભય, રોગનો ભય અને
અજ્ઞાનપણાનો ભય નષ્ટ થાય છે માટે જ તે એક અભયદાન જ શ્રેષ્ઠ છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ઉપર્યુક્ત ચાર દાનોમાં આ અભયદાન મુખ્ય
છે. કારણ કે શેષ આહારાદિ દાનોની સફળતા આ અભયદાન ઉપર જ અવલંબે છે. એ
સિવાય જો વિચાર કરવામાં આવે તો તે આહારાદિના દાનસ્વરૂપ બાકીના ત્રણ પણ આ
અભયદાનની જ અંદર આવી જાય છે. એનું કારણ એ છે કે અભયદાનનો અર્થ છે પ્રાણીના
સર્વ પ્રકારના ભય દૂર કરીને તેને નિર્ભય કરવા. આહારદાન દ્વારા પ્રાણીની ક્ષુધાનો ભય,
ઔષધદાન દ્વારા રોગનો ભય અને શાસ્ત્રદાન દ્વારા તેના અજ્ઞાનપણાનો ભય જ દૂર કરવામાં
આવે છે. ૧૧.
અધિકાર૭ઃ દેશવ્રતઉદ્યોતન ]૧૯૭