Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 12-14 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 198 of 378
PDF/HTML Page 224 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
आहारात् सुखितौषधादतितरां नीरोगता जायते
शास्त्रात् पात्रनिवेदितात् परभवे पाण्डित्यमत्यद्भुुतम्
एतत्सर्वगुणप्रभापरिकरः पुंसो ऽभयाद्दानतः
पर्यन्ते पुनरुन्नतोन्नतपदप्राप्तिर्विमुक्तिस्ततः
।।१२।।
અનુવાદ : પાત્રને આપવામાં આવેલા આહારના નિમિત્તે બીજા જન્મમાં સુખ,
ઔષધના નિમિત્તે અતિશય નીરોગતા, અને શાસ્ત્રના નિમિત્તે આશ્ચર્યજનક વિદ્વત્તા
પ્રાપ્ત થાય છે. અભયદાનથી પુરુષને આ બધા જ ગુણોનો સમૂહ પ્રાપ્ત થાય છે
તથા અંતે ઉન્નત ઉન્નત પદો (ઇન્દ્ર અને ચક્રવર્તી આદિ)ની પ્રાપ્તિપૂર્વક મુક્તિ પણ
પ્રાપ્ત થઈ જાય છે. ૧૨.
(शार्दूलविक्रीडित)
कृत्वा कार्यशतानि पापबहुलान्याश्रित्य खेदं परं
भ्रान्त्वा वारिधिमेखलां वसुमतीं दुःखेन यच्चार्जितम्
तत्पुत्रादपि जीवितादपि धनं प्रेयोऽस्य पन्थाः शुभो
दानं तेन च दीयतामिदमहो नान्येन तत्संगतिः
।।१३।।
અનુવાદ : જે ધન અતિશય ખેદના અનુભવપૂર્વક પાપપ્રચુર સેંકડો ખોટા
કાર્યો કરીને તથા સમુદ્રરૂપ મેખલા સહિત અર્થાત્ સમુદ્રપર્યંત પૃથ્વીનું પરિભ્રમણ
કરીને ઘણા દુઃખથી મેળવાય છે તે ધન મનુષ્યને પોતાના પુત્ર અને પ્રાણોથી પણ
અધિક પ્યારૂં હોય છે તેને ખરચવાનો ઉત્તમ માર્ગ દાન છે. તેથી કષ્ટથી મેળવેલા
તે ધનનું દાન કરવું જોઈએ. એનાથી વિપરીત બીજા માર્ગે (દુર્વ્યસનાદિ) અપવ્યય
કરવામાં આવે તો તેનો સંયોગ ફરીથી પ્રાપ્ત થઈ શકતો નથી. ૧૩.
(शार्दूलविक्रीडित)
दानेनैव गृहस्थता गुणवती लोकद्वयोद्द्योतिका
सैव स्यान्ननु तद्विना धनवतो लोकद्वयध्वंसकृत्
दुर्व्यापारशतेषु सत्सु गृहिणः पापं यदुत्पद्यते
तन्नाशाय शशाङ्कशुभ्रयशसे दानं च नान्यत्परम्
।।१४।।
૧૯૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ