છે. એનાથી ઉલ્ટું ઉક્ત દાન વિના ધનવાન મનુષ્યનો તે ગૃહસ્થાશ્રમ બન્ને લોકને
નષ્ટ કરી નાંખે છે. સેંકડો દુષ્ટ વ્યાપારોમાં પ્રવૃત્ત થતાં ગૃહસ્થને જે પાપ ઉત્પન્ન થાય
છે તેને નષ્ટ કરવાનું તથા ચંદ્રમા સમાન ધવળ યશની પ્રાપ્તિનું કારણ તે દાન જ
છે, તે સિવાય પાપનાશ અને યશની પ્રાપ્તિનું બીજું કોઈ કારણ હોઈ શકે નહિ. ૧૪.
येनानंतगुणं परत्र सुखदं व्यावर्तते तत्पुनः
सर्वासामिति सम्पदां गृहवतां दाने प्रधानं फलम्
પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધનવાનનું ધન ભોગના નિમિત્તે નષ્ટ
થાય છે તે નિશ્ચયથી નષ્ટ જ થઈ જાય છે અર્થાત્ દાનજનિત પુણ્યના અભાવમાં
તે ફરી કદી પ્રાપ્ત થતું નથી. તેથી જ ગૃહસ્થોને સમસ્ત સંપત્તિઓના લાભનું ઉત્કૃષ્ટ
ફળ દાનમાં જ પ્રાપ્ત થાય છે. ૧૫.
प्राप्ता नित्यसुखास्पदं सुतपसा मोक्षं पुरा पार्थिवाः
शक्त्या देयमिदं सदातिचपले द्रव्ये तथा जीविते
અવિનશ્વર સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત થયા છે. આ રીતે તે દાન મોક્ષનું પણ
પ્રધાન કારણ છે. તેથી સંપત્તિ અને જીવન અતિશય ચપળ અર્થાત્ નશ્વર હોવાથી