વિદ્વાન પુરુષોએ શક્તિ પ્રમાણે સર્વદા તે દાન અવશ્ય આપવું જોઈએ. ૧૬.
(शार्दूलविक्रीडित)
ये मोक्ष प्रति नोद्यताः सुनृभवे लब्धेऽपि दुर्बुद्धयः
ते तिष्ठन्ति गृहे न दानमिह चेत्तन्मोहपाशो दृढः ।
मत्वेदं गृहिणा यथर्द्धि विविधं दानं सदा दीयतां
तत्संसारसरित्पतिप्रतरणे पोतायते निश्चितम् ।।१७।।
અનુવાદ : ઉત્તમ મનુષ્યભવ પામીને પણ જે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષના વિષયમાં
ઉદ્યમ કરતા નથી તેઓ જો ઘરમાં રહેવા છતાં પણ દાન આપતા નથી તો તેમના
માટે તે ઘર મોહદ્વારા નિર્મિત દ્રઢ જાળ જેવું જ છે એમ સમજીને ગૃહસ્થ શ્રાવકે
પોતાની સંપત્તિ અનુસાર સર્વદા અનેક પ્રકારનું દાન આપવું જોઈએ. કારણ એ છે
કે તે દાન નિશ્ચયથી સંસારરૂપી સમુદ્ર પાર થવામાં નાવનું કામ કરે છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
यैर्नित्यं न विलोक्यते जिनपतिर्न स्मर्यते नार्च्यते
न स्तूयेत न दीयते मुनिजने दानं च भक्त्या परम् ।
सामर्थ्ये सति तद्गृहाश्रमपदं पाषाणनावा समं
तत्रस्था भवसागरे ऽतिविषमे मज्जन्ति नश्यन्ति च ।।१८।।
અનુવાદ : જે મનુષ્ય પ્રતિદિન જિનેન્દ્રદેવનું ન તો દર્શન કરે છે, ન સ્મરણ
કરે છે, ન પૂજન કરે છે, ન સ્તુતિ કરે છે અને સમર્થ હોવા છતાં પણ ભક્તિથી
મુનિજનોને ઉત્તમ દાન પણ દેતા નથી; તેમનું ગૃહસ્થાશ્રમ પદ પથ્થરની નાવ સમાન
છે. તેના ઉપર બેસીને તે મનુષ્યો અત્યંત ભયાનક સંસારરૂપી સમુદ્રમાં ગોથા ખાતા
થકા નાશ જ પામવાના છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
चिन्तारत्नसुरद्रुकामसुरभिस्पर्शोपलाद्या भुवि
ख्याता एव परोपकारक रणे दृष्टा न ते केनचित् ।
૨૦૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ