तैरत्रोपकृतं न केषुचिदपि प्रायो न संभाव्यते
तत्कार्याणि पुनः सदैव विदधद्दाता परं द्रश्यते ।।१९।।
અનુવાદ : ચિન્તામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ અને પારસ પથ્થર આદિ પૃથ્વીપર
પરોપકાર કરવામાં કેવળ પ્રસિદ્ધ જ છે. તેમને ન તો કોઈએ પરોપકાર કરતા જોયા
છે અને ન તેમણે અહીં કોઈનો ઉપકાર કર્યો પણ છે તથા એવી સંભાવના પણ ઘણું
કરીને નથી. પરંતુ તેમના કાર્યો (પરોપકારાદિ) સદાય કરતા કેવળ દાતા શ્રાવક અવશ્ય
જોવામાં આવે છે. તાત્પર્ય એ છે કે દાની મનુષ્ય તે પ્રસિદ્ધ ચિન્તામણિ આદિથી
પણ અતિશય શ્રેષ્ઠ છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
यत्र श्रावकलोक एष वसति स्यात्तत्र चैत्यालयो
यस्मिन् सोऽस्ति च तत्र सन्ति यतयो धर्मश्च तैर्वतते ।
धर्मे सत्यघसंचयो विघटते स्वर्गापवर्गाश्रयं
सौख्यं भावि नृणां ततो गुणवतां स्युः श्रावकाः संमताः । ।२०। ।
અનુવાદ : જે ગામમાં આ શ્રાવકો રહે છે ત્યાં ચૈત્યાલય થાય છે અને
જ્યાં ચૈત્યાલય છે ત્યાં મુનિઓ રહે છે, તે મુનિઓ દ્વારા ધર્મની પ્રવૃત્તિ થાય
છે તથા ધર્મ થતાં પાપના સમૂહનો નાશ થઈને સ્વર્ગ – મોક્ષનું સુખ પ્રાપ્ત થાય
છે. તેથી ગુણવાન મનુષ્યોને શ્રાવકો ઇષ્ટ છે. ૨૦.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જે જિનમંદિરોમાં સ્થિત થઈને મુનિઓ સ્વર્ગ –
મોક્ષના સાધનભૂત ધર્મનો પ્રચાર કરે છે તે જિનમંદિર શ્રાવકો દ્વારા જ બનાવાય છે. માટે
જો તે શ્રાવકો જ પરંપરાએ તે સુખના સાધન હોય તો ગુણી જનોએ તે શ્રાવકોનું યથાયોગ્ય
સન્માન કરવું જ જોઈએ. ૨૦
(शार्दूलविक्रीडित)
काले दुःखमसंज्ञके जिनपतेधर्मे गते क्षीणतां
तुच्छे सामयिके जने बहुतरे मिथ्यान्धकारे सति ।
चैत्ये चैत्यगृहे च भक्तिसहितो यः सोऽपि नो द्रश्यते
यस्तत्कारयते यथाविधि पुनर्भव्यः स वंद्यः सताम् ।।२१।।
અધિકાર – ૭ઃ દેશવ્રતઉદ્યોતન ]૨૦૧