Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 22-23 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 202 of 378
PDF/HTML Page 228 of 404

 

background image
અનુવાદ : આ દુઃખમા નામના પંચમ કાળમાં જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત
ધર્મ ક્ષીણ થઈ ગયો છે. આમાં જૈનાગમ અથવા જૈનધર્મનો આશ્રય લેનાર માણસો
થોડા અને અજ્ઞાનરૂપ અંધકારનો પ્રચાર ઘણો વધારે છે. એવી અવસ્થામાં જે મનુષ્ય
જિનપ્રતિમા અને જિનગૃહના વિષયમાં ભક્તિ રાખતા હોય તે પણ જોવામાં આવતા
નથી. છતાં પણ જે ભવ્ય વિધિપૂર્વક ઉક્ત જિનપ્રતિમા અને જિનગૃહનું નિર્માણ કરાવે
છે તે સજ્જન પુરુષો દ્વારા વંદનીય છે. ૨૧.
(वसंततिलका)
बिम्बादलोन्नतियवोन्नतिमेव भक्त्या
ये कारयन्ति जिनसद्म जिनाकृतिं च
पुण्यं तदीयमिह वागपि नैव शक्ता
स्तोतुं परस्य किमु कारयितुर्द्वयस्य
।।२२।।
અનુવાદ : જે ભવ્ય જીવ ભક્તિથી કુન્દરૂ વૃક્ષના પાંદડા જેવડા જિનાલય
અને જવ(દાણા)ના જેવડી જિનપ્રતિમાનું નિર્માણ કરાવે છે તેમના પુણ્યનું વર્ણન કરવા
માટે અહીં વાણી (સરસ્વતી) પણ સમર્થ નથી. તો પછી જે ભવ્ય જીવ તે ( જિનાલય
અને જિનપ્રતિમા) બન્નેનુંય નિર્માણ કરાવે છે તેમના વિષયમાં શું કહેવું? અર્થાત્ તે
તો અતિશય પુણ્યશાળી છે જ. ૨૨.
વિશેષાર્થ : એનો અભિપ્રાય એ છે કે ભવ્ય પ્રાણી નાનામાં નાના જિનમંદિર અથવા
જિનપ્રતિમાનું પણ નિર્માણ કરાવે છે તે ઘણો જ પુણ્યશાળી થાય છે. તો પછી જે ભવ્ય જીવ વિશાળ
જિનભવનનું નિર્માણ કરાવીને તેમાં મનોહર જિનપ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવે છે તેને તો નિઃસંદેહ
અપરિમિત પુણ્યનો લાભ થવાનો છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
यात्राभिः स्नपनैर्महोत्सवशतैः पूजाभिरुल्लोचकैः
नैवेद्यैर्बलिभिर्ध्वजश्च कलशैस्तूर्यत्रिकैर्जागरैः
घंटाचामरदर्पणादिभिरपि प्रस्तार्य शोभां परां
भव्याः पुण्यमुपार्जयन्ति सततं सत्यत्र चैत्यालये
।।२३।।
૨૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ