ચંદરવા, નૈવેદ્ય, અન્ય ભેટો, ધ્વજાઓ, કળશો, લૌર્યત્રિકો (ગીત, નૃત્ય, વાદિત્ર),
જાગરણો, ઘંટ, ચામર, દર્પણાદિ દ્વારા ઉત્કૃષ્ટ શોભાનો વિસ્તાર કરીને નિરંતર પુણ્યનું
ઉપાર્જન કરે છે. ૨૩.
तिष्ठन्त्येव महर्द्धिकामरपद तत्रैव लब्ध्वा चिरम्
न्मानुष्यं च विरागतां च सकलत्यागं च मुक्तास्ततः
દીર્ઘકાળ સુધી ત્યાં (સ્વર્ગમાં) જ રહે છે. ત્યાર પછી મહાન્ પુણ્યકર્મના ઉદયથી
મનુષ્યલોકમાં આવીને અને અતિશય પ્રશંસનીય કુળમાં ઉત્તમ મનુષ્ય થઈને વૈરાગ્ય
પ્રાપ્ત થયા થકા તેઓ સમસ્ત પરિગ્રહ છોડીને મુનિ થઈ જાય છે તથા આ ક્રમે
તેઓ અંતે મુક્તિ પણ પ્રાપ્ત કરી લે છે. ૨૪.
शेषास्तद्विपरीतधर्मकलिता हेया मुमुक्षोरतः
यो भोगादिनिमित्तमेव स पुनः पापं बुधैर्मन्यते
ત્રણ પુરુષાર્થ તેનાથી વિપરીત (અસ્થિર) સ્વભાવવાળા છે. તેથી તે મુમુક્ષુજનોએ
છોડવા યોગ્ય છે. તેથી જે ધર્મ પુરુષાર્થ ઉપર્યુક્ત મોક્ષ પુરુષાર્થનો સાધક થાય છે