તે પણ આપણને ઇષ્ટ છે. પરંતુ જે ધર્મ કેવળ ભોગાદિનું જ કારણ થાય છે તેને
વિદ્વાનો પાપ જ સમજે છે. ૨૫.
(शार्दूलविक्रीडित)
भव्यानामणुभिर्व्रतैरनणुभिः साध्योऽत्र मोक्षः परं
नान्यत्किंचिदिहैव निश्चयनयाज्जीवः सुखी जायते ।
सर्वं तु व्रतजातमीद्रशधिया साफल्यमेत्यन्यथा
संसाराश्रयकारणं भवति यत्तद्दुःखमेव स्फु टम् ।।२६।।
અનુવાદ : ભવ્ય જીવોએ અણુવ્રતો અને મહાવ્રતો દ્વારા અહીં કેવળ મોક્ષ
જ સિદ્ધ કરવા યોગ્ય છે, અન્ય કાંઈ પણ સિદ્ધ કરવા યોગ્ય નથી. કારણ એ છે
કે નિશ્ચયનયથી જીવ તે મોક્ષમાં જ સ્થિત થઈને સુખી થાય છે. તેથી આ જાતની
બુદ્ધિથી જે સર્વે વ્રતોનું પરિપાલન કરવામાં આવે છે તે સફળતા પામે છે તથા આનાથી
વિપરીત તેને કેવળ તે સંસારનું કારણ થાય છે જે પ્રત્યક્ષ જ દુઃખ સ્વરૂપ છે. ૨૬.
(शार्दूलविक्रीडित)
यत्कल्याणपरंपरार्पणपरं भव्यात्मनां संसृतौ
पर्यन्ते यदनन्तसौख्यसदनं मोक्षं ददाति ध्रुवम् ।
तज्जीयादतिदुर्लभं सुनरतामुख्यैर्गुणैः प्रापितं
श्रीमत्पङ्कजनन्दिभिर्विरचितं देशव्रतोद्दयोतनम् ।।२७।।
અનુવાદ : શ્રીમાન્ પદ્મનન્દી મુનિ દ્વારા રચવામાં આવેલ જે દેશવ્રતોદ્યોતન
નામનું પ્રકરણ સંસારમાં ભવ્ય જીવોને કલ્યાણ પરંપરા આપવામાં તત્પર છે, અંતે
જે નિશ્ચયથી અનંત સુખના સ્થાનભૂત મોક્ષ આપે છે તથા જે ઉત્તમ મનુષ્ય પર્યાય
આદિ ગુણો વડે પ્રાપ્ત કરાવાય છે; એવું તે દુર્લભ દેશવ્રતોદ્યોતન જયવંત હો. ૨૭.
આ રીતે દેશવ્રતઉદ્યોતન સમાપ્ત થયું. ૭.
૨૦૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ